Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:03

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:29:17

ઇન્ડોનેશિયામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીએ કહેર વર્તાવ્યો

ઇન્ડોનેશિયાના મધ્ય સુલાવેસી પ્રાંતમાં શુક્રવારે સાંજે 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ બે શહેરો પાલુ અને દોંગાલામાં સુનામી આવી ગઇ છે. ઇન્ડોનેશિયાના જિયોફિઝિક્સ એજન્સી અનુસાર, પાલુમાં સુનામીની સૌથી વધારે અસર જોવા મળી. અહીં તટ વિસ્તારોમાં સ્થિત ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. ભૂકંપનું કેન્દ્ર દોંગાલાથી 56 કિમીના અંતરે જમીનથી 10 કિમી નીચે હતું. પાલુ ભૂકંપ કેન્દ્રથી અંદાજિત 80 કિલોમીટર દૂર છે. અહીં 3.5 લાખની વસતી છે. ઇન્ડોનેશિયા મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. તેમાં સમુદ્રના મોજાને ઝડપથી પાલુમાં ફરી વળતા જોઇ શકાય છે.શુક્રવારે સવારે પણ ઇન્ડોનેશિયાના કેટલાંક વિસ્તારોમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના આંચકાઓ આવ્યા હતા. તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 10 લોકો ઘાયલ થયા હતા. અનેક ઇમારતોને પણ નુકસાન પહોંચ્યું હતું.

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર એજન્સીના સ્પોક્સપર્સન સુતોપો પુરવોએ પાલુ અને દોંગાલામાં સુનામીની પુષ્ટી કરી છે. તેઓએ કહ્યું કે, ઊંચા મોજાના કારણે અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને અનેક પરિવારો ગુમ થયા છે. સુતોપોએ કહ્યું કે, સુલાવેસીમાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. અંધારાના કારણે રાહત અને બચાવકાર્યમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે. 

More News


Gujarat


India