Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:52

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 04:55:34

ભારતીય મૂળના થોમસ કુરિયન બનશે ગૂગલ ક્લાઉડના CEO

ભારતીય મૂળના થોમસ કુરિયન હવે ગૂગલ ક્લાઉડના નવા વડા બનશે. તેઓ સીઇઓ ડિયાન ગ્રીનની જગ્યા લેશે. નોંધનીય છે કે ડિયાન ગ્રીનન હેઠળ ગૂગલ ક્લાઉડે Amazon.com અને Microsoft Corp સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરીને નંબર ત્રણની જગ્યા પ્રાપ્ત કરી છે. 63 વર્ષીય ગ્રીન જાન્યુઆરી સુધી પોતાના પદ પર રહેશે. ગ્રીનને ગૂગલના ક્લાઉડમાં કંપ્યૂટિંગ બિઝનેસને તૈયાર કરવા અને તેને આગળ વધારવા માટે નિમણૂક કરવામાં આવ્યા હતા. જ્યારે થોમસ કુરિયન ઓરેકલમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી ચૂક્યા છે અને હવે ગૂગલ ક્લાઉડના નવા વડા તરીકે કામ કરશે. ગૂગલે આ વાતની સ્પાષ્ટતા કરતા કહ્યું કે, કુરિયન 26મી નવેમ્બરના રોજ ગૂગલ ક્લાઉડ પરિવારમાં એન્ટ્રી કરશે.

તમને જણાવી દઈએ કે, ગ્રીનના નેતૃત્વ હેઠળ ગૂગલ ક્લાઉડે તેના વેપારમાં ઝડપી વધારો કર્યો છે. ગૂગલ ક્લાઉડના કામદારોનું અમેરિકાની સરકાર સાથે કામ કરવા પર કેટલાક સવાલો ઉભા થયા હતા. કંપનીને અમેરિકી સુરક્ષા વિભાગ પેંટાગન માટે મલ્ટી બિલિયન ડોલરનો ક્લાઉડ કંપ્યુટિંગનો ઓર્ડર મળ્યો હતો. પરંતુ જ્યારે કંપનીને આ ઓર્ડર મળ્યો ત્યારે કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને અમેરિકી મિલિટ્રીને મળનારા ગૂગલ સપોર્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

More News


Gujarat


India