Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:56

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:06:13

See Video - ડોનાલ્ડ ટ્રમ્પના શૂઝમાં ટોઇલેટ ટિશ્યુ ચોંટ્યું, વીડિયો વાઇરલ

આપણું ગુજરાત ન્યૂઝ

અમેરિકન રાષ્ટ્રપતિ જાહેરમાં પોતાની અપલખણાઇ માટે જાણીતા છે અને અવારનવાર તેમના વીડિયો સોશિયલ મીડિયામાં મજાકનું કેન્દ્ર બનતા હોય છે. ક્યારેક પોતાના ચહેરાની મુદ્રાને લઇ તો ક્યારેક પોતાની પત્નીને ધમકાવવાને મુદ્દે ટ્રમ્પ લોકોના જોક્સના મુક્ય હીરો બનતા હોય છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તેમનો વધુ એક વીડિયો લોકોના હાસ્યનું કેન્દ્ર બન્યો છે. એર ફોર્સ વન પર ચઢતી વખતે ટ્રમ્પ ટોઇલેટ ટીશ્યુ સાથે ચઢતા જોવા મળ્યા અને આ ટીશ્યુ તેમના શૂઝ પર ચોંટેલું હતું, પ્રવાસ દરમિયાન વિમાનમાં બેસવા જવા અંગે ટ્રમ્પના અનુભવો બહુ સારા નથી રહ્યા. આ પહેલા વિમાનમાં બેસવા જતાં તેમના વાળ ઉડી રહ્યા હોય તેવો એક વિચિત્ર પ્રકારનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ ઉપરાંત પ્લેનમાંથી ઉતરતી વખતે તેમના પત્નીએ તેમના હાથ પર મારેલી ટપલીવાળો વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો.

More News


Gujarat


India