Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:31

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:32:24

વિશ્વના શક્તિશાળી પાસપોર્ટનો પ્રથમ ક્રમ પર હવે એક જ દેશનું શાસન, જાણો ક્યો છે આ દેશ

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વના શક્તિશાળી પાસપોર્ટ ધરાવતા દેશોની યાદી બહાર પાડનારી સંસ્થા છે, જે દેશ પાસે સૌથી વધારે ફ્રી વિઝા ઓન અરાવલ એક્સેસ છે તેને શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં ટોચનું સ્થાન મળે છે. છેલ્લા કેટલાક સમયથી ટોચના સ્થાને બે દેશો વચ્ચે કટ્ટર સ્પર્ધા હતી અને તેઓ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે બિરાજમાન હતા, પરંતુ હવે આ યાદીમાં એક જ દેશે ટોચનો ક્રમ છીનવી લીધો છે. આ દેશનું નામ છે જાપાન, આ પહેલા જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સંયુક્ત રીતે પ્રથમ ક્રમે હતા, પરંતુ મ્યાનમાર સાથેની વિઝા ફ્રી ગોઠવણને કારણે જાપાન લિસ્ટમાં પ્રથમ ક્રમે આવી ગયો છે. જો તમારી પાસે જાપાનીઝ પાસપોર્ટ હોય તો તમે સીધા જ 190 દેશમાં ફ્રી વિઝા ઓન અરાવલ એક્સેસ ધરાવી શકો છો. આ યાદીમાં ન્યૂઝીલેન્ડ 182 દેશના ફ્રી એક્સેસ સાથે આઠમા જ્યારે ભારત 60 દેશ સાથે 81મા ક્રમે છે. તો ઓસ્ટ્રેલિયાએ માલ્ટા સાથે સંયુક્તે રીતે સાતમું સ્થાન મેળવ્યું છે. 

Henley Passport Index power ranking:

1. Japan:                                     190

2. Singapore:                            189

3. Germany, France, South Korea:           188

4. Denmark, Finland, Italy, Sweden, Spain:    187

5. Norway, United Kingdom, Austria, Luxembourg, Netherlands, Portugal, United States:      186

6. Belgium, Switzerland, Ireland, Canada:                      185

7. Australia, Greece, Malta:                                                    183

8. New Zealand, Czech Republic:                                        182

9. Iceland:                                                                                          181

10. Hungary, Slovenia, Malaysia:                                         180

 

 

 

 

 

More News


Gujarat


India