Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:10

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 21:26:57

રાજીવ ગાંધી ખેલ રત્ન માટે કોહલીની સાથે ચાનુ પણ દાવેદાર

નવી દિલ્હી : 

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂનું નામ રાજીવ ગાંધી ખેલ રત્ન માટે ભલામણ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ રમત ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન છે. ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર સાથે જોડાયેલ કમિટિએ આ જાણકારી આવી રહી છે. એવોર્ડ પસંદગી સમિતિના એક સભ્યએ જણાવ્યું કે, વર્ષ 2016 બાદ બીજી વખત 29 વર્ષિય વિરાટ કોહલીના નામની ભલામણ ખેલ રત્ન પુરસ્કાર માટે કરવામાં આવી છે. વીતેલા ઘણા સમયથી કોહલી દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સામેલ છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. કોહલીના નામને રમતગમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ તરફથી મંજુરી મળે છે તો તે ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર ત્રીજો ક્રિકેટર બની જશે. આ પહેલા પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન ટેંડુલકરને વર્ષ 1997માં અને ભારતને વિશ્વકપ જીતાવનારા મહેન્દ્ર સિંહ ધોનીને વર્ષ 2007માં આ પુરસ્કાર આપવામાં આવી ચૂક્યો છે. ચાનૂએ ગત વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેના કારણે તેમના નામની ભલામણ કરવામાં આવી છે. ચાનૂએ 48 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ સિવાય તેમણે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. સૂત્રો અનુસાર, શટલર કિદામ્બી શ્રીકાંતના નામે પણ ચર્ચા કરવામાં આવી છે.

More News


Gujarat


India