Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:43

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 23:29:33

T20 વર્લ્ડ કપ - ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું

કેપ્ટન હરમનપ્રીત કૌરે સ્ફોટક સેન્ચ્યુરી નોંધાવી

ગુયાના - 

વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 34 રને હાર આપી વિજયી પ્રારંભ કર્યો છે. ગ્રુપ-Bમાં ભારતીય મહિલા ટીમ અને ન્યૂઝિલેન્ડની મહિલા ટીમ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 20 ઓવરમાં 5 વિકેટે 194 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 160 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે સ્ફોટક બેટિંગ કરીને 51 બોલમાં 103 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 59 રન ફટકાર્યા હતા.  મહિલા T20 ક્રિકેટના ઇતિહાસનો ભારતીય ટીમનો આ હાઈએસ્ટ સ્કોર રહ્યો હતો. ભારતના 194 રનના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને 20 ઓવરના અંતે માત્ર 160 રન  જ બનાવ્યા હતા. 

 

More News


Gujarat


India