Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:05

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 08:53:15

BCCIના નવા બંધારણને નજીવા સુધારા બાદ સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી

વન સ્ટેટ, વન એસોસિયેશનની માંગ ફગાવાઇ

નવી દિલ્હી - વન સ્ટેટ વન ક્રિકેટ એસોસિયેશનની માંગને સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં, ગુજરાત, સૌરાષ્ટ્ર, વડોદરા, વિદર્ભ, મુંબઇ અને મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને રાહતનો દમ લીધો છે.  સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના બંધારણ મામલે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં ક્રિકેટ ર્બોડને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે એક રાજ્ય એક મતમાં ફેરબદલ કર્યો છે. કોર્ટ બરોડા, સૌરાષ્ટ્ર, રેલવેને સભ્ય બનાવ્યા છે. વળી મુંબઈ, વિદર્ભ અને મહારાષ્ટ્ર પણ સભ્ય તરીકે યથાવત્ રહેશે. કૂલિંગ પિરિયડને ત્રણ વર્ષથી વધારીને બે ટર્મ અર્થાત ૬ વર્ષનો કરવામાં આવ્યો છે. ૭૦ વર્ષની ઉંમરની મર્યાદા અને સરકારી અધિકારીઓ તથા પ્રધાન હોદ્દેદાર નહીં બની શકી એ વાતને યથાવત્ રાખી છે. સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયાંમાં સંવિધાનને લાગુ કરવાનું કહ્યું છે તેમ જ એનો અમલ ન કરવા સામે આકરાં પગલાં લેવાની ચેતવણી પણ આપી હતી.

આ મામલે છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘કોઈ કૂલિંગ ઑફ પિરિયડ નહીં હોય. સુપ્રીમ કોર્ટે ક્રિકેટ ર્બોડના સંવિધાનને અંતિમ રૂપ આપવાનો નિર્ણય આવે એ પહેલાં તમામ સ્ટેટ ક્રિકેટ અસોસિએશનની ચૂંટણી મૌકૂફ રાખી હતી. વળી સ્ટેટ ક્રિકેટ અસોસિએશનના વહીવટદારોની નિમણૂક મામલે કોઈ પણ અરજીનો વિચાર કરવામાં નહીં આવે. કોર્ટે કહ્યું હતું કે એક રાજ્ય એક મત અને ક્રિકેટ ર્બોડના પદાધિકારીઓ માટે બ્રેક સંબંધિત ચુકાદા પર સંશોધન બાબતે વિચાર કરશે. ગઈ કાલે સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું હતું કે ‘લોઢા સમિતિની કૂલિંગ ઑફની ભલામણને અમે નથી માનતા. અમે ક્રિકેટ ર્બોડનાં સૂચનોને સ્વીકારવા તૈયાર છીએ.’ ક્રિકેટ ર્બોડમાં બહુ મોટાપાયે સુધારાની જરૂર છે એવા જસ્ટિસ મુકુલ મુદુગલના રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટે ૨૦૧૫માં લોઢા સમિતિની રચના કરી હતી. ૨૦૧૩માં IPL દરમ્યાન સ્પૉટ-ફિક્સિંગ અને બૅટિંગ કૌભાંડની તપાસ કરવા માટે મુદુગલ સમિતિની રચના કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૧૬માં લોઢા સમિતિએ કરેલી મોટા ભાગની ભલામણોને સ્વીકારી લીધી હતી.

 

More News


Gujarat


India