Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:33

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 11:56:54

નાઓમી ઓસાકા યુએસ ઓપન ચેમ્પિયન, સેરેના અમ્પાયર સાથે ઝઘડી

આપણું ગુજરાત ન્યૂઝ. 

પ્રથમવાર જ યુ.એસ.ઓપનની ફાઇનલમાં પહોંચી અને જાપાનની નાઓમી ઓસાકાએ ઇતિહાસ રચી દીધો. અત્યંત વિવાદાસ્પદ બનેલી ફાઇનલમાં ઓસાકાએ અમેરિકાની જ દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સને સીધા સેટોમાં 6-2, 6-4થી હરાવીને પોતાની કેરિયરનું પહેલુ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. નાઓમી ઓસાકાની ઐતિહાસિક જીતની સાથે આ મેચ સેરેના વિલિયમ્સના કેરિયરની સૌથી ખરાબ મેચ પણ ગણાવવામાં આવશે. આ મેચ દરમિયાન સેરેના અને અમ્પાયર કાર્લોસ રામોસ વચ્ચે ભારે વિવાદ થયો હતો.

ચેર એમ્પાયર કાર્લોસ રામોસે મેચ દરમિયાન સેરેના વિલિયમ્સને ચેતવી હતી કે તે મેચ દરમિયાન કોચિંગ ન લઇ શકે. સેરેનાએ અમ્પાયરને કહ્યું કે તે ચિટીંગ ન કરી શકે, પોતાના કેરિયરમાં મેં આવું કંઇ ન હતું કર્યું. થોડી ગેમ્સ પછી સેરેના વિલિયમ્સે પોઇન્ટ ગૂમાવ્યા પછી પોતાનું રેકેટ જમીન પર પછાડ્યું હતું. જે પછી ફરીથી અમ્પાયરે વિલિયમ્સને ચેતવણી આપી હતી અને વિલયમ્સને એક વધુ અંક ગુમાવવો પડ્યો હતો. જે પછી સેરેનાનો અમ્પાયર સાથે ઝગડો થયો અને અમ્પાયરને તેને ચોર કહી દીધો. જેનો ફાયગો જાપાનની ઓસાકાને મળ્યો અને તેણે પોતાના કેરિયરની સૌથી મોટી જીત મેળવી લીધી.

 video courtesy - WPTV

More News


Gujarat


India