Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:12:53

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 02:52:29

See Video : ન્યૂઝીલેન્ડમાં એક ઓવરમાં 43 રન, વિશ્વ વિક્રમની સ્થાપના

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

એક ઓવરમાં 43 રન, શું ક્યારેય સાંભળ્યું છે કે આવું પણ બની શકે. ન્યૂઝીલેન્ડની સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આવું બન્યું છે. મેચ દરમિયાન બેટ્સમેનોએ 1 ઓવરમાં 43 રન ફટકાર્યા હતા. જે કારણે આ એક અલગ જ પ્રકારનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. ધ ફોર્ડ ટ્રોફીની એક મેચસેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ અને નોર્થન ડ્રિસ્ટ્રીક્ટ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન આ વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. ન્યૂઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટમાં જોય કાર્ટર અને બ્રેટ હેમ્પટ નામના બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરતાં વિલિયમ લુડીકની ઓવરમાં તાબડતોડ 43 રન ફટકાર્યા હતા. નોર્થન ડિસ્ટ્રીક્ટની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે એક સમયે ટીમનો સ્કોર 5 વિકટે 95 રન હતો. 5મી વિકેટ આઉટ થયાની સાથે જ મેદાન પર આવેલા જોય કાર્ટર અને બ્રેટ હમ્પટને સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટના બૉલર વિલિયમ લુડીકની બોલિંગને ફટકારી હતી.

બંને બેટ્સમેનોએ મેદાનની ચારે બાજુ રન બનાવતા 6 બૉલમાં 43 રન કર્યા હતા, ઓવરમાં 4, 6+nb,6+nb,6,1,6,6,6 એમ કુલ 43 રન બન્યાં હતા. 1 ઓવરમાં વધીને 6 બોલ જ હોય છે. જેથી ઓવરમાં વધીને 36 રન જ બની શકે છે. પરંતુ આ ઓવરમાં 2 નો-બોલ હોવાને કારણે 2 બોલ વધુ રમવા મળી હતી. અગાઉ આ રેકોર્ડ ઝિમ્બાબ્વેના એલ્ટન ચિગુમ્બુરાના નામે હતો, ચિગુમ્બુરાએ 2013માં ઢાકા પ્રીમિયર લીગમાં અલાઉદ્દીન બાબુની 1 ઓવરમાં 39 રન ફટકાર્યા હતા. આ મેચ નોર્થન ડિસ્ટ્રીક્ટે 25 રને જીતી લીધી હતી, નોર્થન ડિસ્ટ્રીક્ટે 7 વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા. જેમાં હેમ્પટને નોટઆઉટ રહીને 77 બોલમાં ધમાકેદાર 102 અને જૉય કાર્ટરના 95 રનની ઇનિગ્સ રમી હતી. કાર્ટર 5 રનથી પોતાની સદી ચૂક્યો હતો.

More News


Gujarat


India