Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:26:03

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:59

મેરિકોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત જીત્યું વર્લ્ડ ટાઇટલ

વિશ્વ ચેમ્પિયન બનનારી પ્રથમ મહિલા બોક્સર

આપણું ગુજરાત ન્યૂઝ. નવી દિલ્હી

ભારતની સુપરસ્ટાર બોક્સર એમ.સી. મેરિકોમે વઘુ એક વખત દેશનું નામ રોશન કર્યું છે. વિશ્વમાં જે બોક્સરે ક્યારેય કર્યું નથી તેવું કામ મેરિકોમે કર્યું છે. નવી દિલ્હી ખાતે રમાયેલી વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરિકોમે ફાઇનલમાં યુક્રેનની હન્ના ઓકોતાને હરાવી છઠ્ઠી વખત ટાઇટલ જીત્યું છે. દિલ્હીના કે.ડી.જાધવ હોલમાં 48 કિલોગ્રામ કેટેગરીના ફાઇનલમાં  ખિતાબ મેળવવા માટે ટક્કર થઈ હતી. આ પહેલા વર્ષ 2006માં હોમ ગ્રાઉન્ડ પર દર્શકો સામે રીંગ પર ઊતરી હતી. એ વખતે તેણે લાઈટ ફ્લાઈટ 48કેજી કેટેગરીમાં રોમાનિયાની ખેલાડી સ્ટેલુટા દુતાને માત આપીને 5મી વખત વિશ્વ વિજેતા બની હતી. આ અગાઉ 2006માં 48 kgમાં રોમાનિયાની સ્ટેલુટા દુતાને હરાવીને 5મો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સાથે જ મેરીકોમે આયરલેંડની કેટી ટેલરને પાછળ છોડી સૌથી વધારે 6 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં જીતનારી મહિલા બોક્સર બની ગઇ. આ પહેલા મેરીકોમ અને કેટી ટેલર 5-5 વખત વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતીને બરાબરી પર હતાં. મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપના ઈતિહાસમાં 6 ટાઈટલ જીતવાના મુદ્દે પુરૂષ બોક્સરના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. છ વખત વિશ્વ વિજેતા બોક્સ બનવાનું ગૌરવ આ પહેલા પુરૂષ બોક્સિંગમાં ક્યુબાના ખેલાડી ફેલિક્સ સેવોનના નામે હતો. વર્ષ 1997માં બુડા પોસ્ટમાં આયોજિત ચેમ્પિયનશીપમાં તેણે ગોલ્ડ જીતીને એક ઈતિહાસ બનાવ્યો હતો. મહિલા બંન્ને બોક્સરોની વાત કરવામાં આવે તો બંન્નેની ઉંમરમાં 13 વર્ષનો તફાવત છે.  યુક્રેનની બોક્સર હન્ના હાલ 22 વર્ષની છે પણ શ્રેષ્ઠ રમે છે. બોક્સિંગ જગતમાં તેને લોકો હંટરથી ઓળખે છે. યુરોપિયન યુથ ચેમ્પિયનમાં તેમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.

More News


Gujarat


India