Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:28

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 09:56:10

સિડનીઃ ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું, ટી-20 સિરીઝ 1-1થી બરોબર

વિરાટ કોહલીની મેચવિનિંગ ઇનિંગ, ધવન- રોહિતની સ્ફોટક બેટિંગ 

આપણું ગુજરાત ન્યૂઝ. સિડની

ટીમ ઇન્ડિયાએ ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હાર આપી સિરીઝ 1-1ની બરોબરી પર લાવવામાં સફળતા મેળવી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સિરીઝ અપરાજિત રાખવાનો રેકોર્ડ ભારતે જાળવી રાખ્યો છે. 165 રનના ટાર્ગેટ સામે ભારતે 4 વિકેટ ગુમાવી 168 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિંગ્સ રમતા 41 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 61 રન જ્યારે દિનેશ કાર્તિકે 18 બોલમાં 22 રન ફટકાર્યા હતા. આ પહેલા રોહિત શર્માએ 23 તથા શિખર ધવને 41 રનનુ યોગદાન આપ્યું હતું. 

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 164 રન નોંધાવ્યા હતા. જેમાં શોર્ટે 33, ફિંચે 28, કેરીએ 27 તથા સ્ટોઇનિસે 25 રનનું યોગદાન આપ્યું હતું. તો ભારત તરફથી કૃણાલ પંડ્યાએ 36 રનમાં 4 વિકેટ અને કુલદીપે 1 વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 

More News


Gujarat


India