Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:29

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 13:39:10

ચોથી ટેસ્ટ ભારતનો 60 રને પરાજય, ઈંગ્લેન્ડે 3-1થી સિરીઝ પર કર્યો કબ્જો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સાઉથૈપ્ટનમાં રમાયેલ ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 60 રને પરાજય થયો છે. આ સાથે જ ઈંગ્લેન્ડે 3-1થી સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. આમ ઈંગ્લેન્ડમાં સિરીઝ જીતવાનું ભારતનું સ્વપ્ન રોળાયું છે.

ચોથી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 271 રન કરીને ઓલઆઉટ થઇ ગઇ. આ સાથે ઇંગ્લેન્ડે ભારતને 245 રનનો લક્ષ્યાંક આપ્યો હતો તો પડકારનો સામનો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ ટીમની ઈનિંગને સંભાળી હતી.  પરંતુ વિરાટ કોહલીના આઉટ થયા બાદ  ટીમ ઈન્ડિયાનો ધબડકો થઈ ગયો હતો. વિરાટ કોહલી બાદ મેદાનમાં ઉતરેલ હાર્દિક પંડ્યા પણ શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે રહાણે 51 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. યુવા બેટ્સમેન રિષભ પંત પણ 18 રન બનાવીને મોઈન ખાનનો શિકાર બની ગયો હતો. જ્યારે ઈશાંત શર્મા શૂન્ય અને મોહમ્મદ શમી આઠ રન બનાવીને પેવેલિયન ફર્યા હતા. જ્યારે અશ્વિન 25 રને સેમ કરણનો શિકાર બન્યો હતો.  આમ વિરાટ કોહલીના આઉટ થયા બાદ ભારતીય ટીમ પત્તાના મહેલની જેમ પડી ભાગી હતી. વિરાટ કોહલીના રૂપમાં ટીમ ઈન્ડિયાને ચોથો ફટકો લાગ્યો. આઉટ થયા પહેલા વિરાટ કોહલીએ કેપ્ટન ઈનિંગ રમતા મુશ્કેલીમાં ફસાયેલી ટીમ ઈન્ડિયાને બહાર નિકાળી હતી. વિરાટ કોહલી 58 રન બનાવીને મોઈન અલીની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો હતો. ભારત તરફથી શિખર ધવન 17 રન બનાવીને જેમ્સ એન્ડરસનને શિકાર બન્યો હતો. જ્યારે લોકેશ રાહુલ તો ખાતું પણ ખોલી શક્યો નહતો. બ્રોડે લોકેશ રાહુલને ક્લિન બોલ્ડ કરીને પેવેલિયન પરત કર્યો હતો. જ્યારે પ્રથમ ઈનિંગમાં સદી ફટકારનાર ચેતેશ્વર પુજારા માત્ર પાંચ રને જેમ્સ એન્ડરસનની ઓવરમાં લેગબીફોર થઈને પેવેલિયન ફર્યો હતો. 

More News


Gujarat


India