Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:14:39

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-12 22:12:06

પ્રથમ ટી-20, ભારતનો આસાન વિજય, વિન્ડીઝ સામે 1-0ની સરસાઇ

કોલકાતા – ભારતે અહીંના ઈડન ગાર્ડન્સ મેદાન ખાતે વેસ્ટ ઈન્ડિઝને પહેલી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં પાંચ-વિકેટથી હરાવીને ત્રણ-મેચોની સીરિઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. મેચ જીતવા માટે ભારતને 110 રનનો ટાર્ગેટ હતો. ભારતે પાંચ વિકેટ ગુમાવી ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્મા 6, શિખર ધવન 3, લોકેશ રાહુલ 16, રિષભ પંત 1, મનીષ પાંડે 19 રન કરીને આઉટ થયો હતો. ભારતે 8મી ઓવરમાં 45 રનમાં 4 વિકેટ ખોઈ દીધી હતી. વિકેટકીપર દિનેશ કાર્તિકે તેનો આઈપીએલનો અનુભવ કામે લગાડ્યો હતો અને 34 બોલમાં 31 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કારકિર્દીની પહેલી જ મેચ રમનાર કૃણાલ પંડ્યા 9 બોલમાં 21 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બંને બેટ્સમેને ત્રણ-ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. કાર્તિકે એક સિક્સર પણ ફટકારી હતી. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા વેસ્ટ ઈન્ડિઝને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ટીમે કંગાળ બેટિંગ દેખાવ કરીને 20 ઓવરમાં 8 વિકેટના ભોગે માત્ર 109 રન કર્યા હતા. પ્રવાસી ટીમ 100નો આંક પણ પાર કરી શકી ન હોત, પણ ઉમેશ યાદવની છેલ્લી ઓવરમાં 16 રન ફટકારવામાં આવ્યા હતા.

More News


Gujarat


India