Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:47

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 17:15:58

એશિયન ગેમ્સ - શૂટિંગમાં ભારતે મેડલની હેટ્રિક સર્જી, સૌરભે જીત્યો ગોલ્ડ

જકાર્તા -  ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ બાદ એશિયન ગેમ્સમાં પણ શૂટર્સનું શાનદાર પ્રદર્શન યથાવત્ રહ્યું છે. ભારતે શૂટિંગમાં મંગળવારે એક સાથે ત્રણ મેડલ હાંસલ કર્યાં છે. જેમાં ભારતના 16 વર્ષિય નિશાનેબાજ સૌરભ ચૌધરીએ પુરૂષોના 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં 240.7 અંક લઇ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે જ તેણે એશયન ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો છે. તેના સાથી અભિષેક વર્મા 219.3 અંકો સાથે ત્રીજા સ્થાન પર છે. જાપાનનાં તોમોયુકી મતસુદા, જે લાંબા સમયથી આગળ આચી રહ્યા હતા, ને 239.7 અંકો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યાં જ 37 વર્ષિય અનુભવી નિશાનેબાજ સંજીવ રાજપુતે 50 મીટર 3 પોઝિશન ઇવેન્ટમાં 452.7 અંકો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. આ એશિયન રમતમાં શૂટિંગમાં ભારતનો પ્રથમ ગોલ્ડ અને કુલ ચોથો મેડલ છે. એશિયા રમતોના તમામ સંસ્કરણોમાં નિશાનેબાજીમાં આ ભારતનો કુલ આંઠમો મેડલ છે.

 

More News


Gujarat


India