Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:44

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 21:00:31

See Video - ટ્રેન્ટબ્રિજમાં આખરે રચાયો ઇતિહાસ, ભારતે ઇંગ્લેન્ડને 203 રને હરાવ્યું

11 વર્ષ બાદ ટ્રેન્ટબ્રિજ ખાતે જીત મળી, જસપ્રીતની પાંચ વિકેટ

આપણું ગુજરાત ન્યૂઝ

ઇંગ્લેન્ડ સામે રમાઇ રહેલી ટેસ્ટ સિરીઝમાં આખરે ભારતે જીત મેળવી સિરીઝને જીવંત રાખી છે. ટ્રેન્ટ બ્રિજ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 203 રને હરાવ્યું. આ સાથે જ ભારતે 11 વર્ષ પછી નોટિંઘમ ખાતે જીત મેળવી છે. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 104 ઓવરમાં 317 રને ઓલઆઉટ થઇ ગયું. ઉલ્લેખનીય છે કે ચોથા દિવસના અંતે મેચ પૂરી થઇ ત્યારે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 102 ઓવરમાં નવ વિકેટે 311 રન કર્યા હતા અને પાંચમા દિવસે ભારતે બે ઓવરમાં જ ઇંગ્લેન્ડનો દાવ સમેટી જીત મેળવી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે પાંચ તથા ઇશાંત શર્માએ બે વિકેટ ઝડપી હતી. તો આ તરફ અશ્વિન, શમી અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતે જીત માટે ઇંગ્લેન્ડને 521 રનનું ખૂબ મોટું લક્ષ્યાંક આપ્યું હતું.

આ પહેલાં ચોથા દિવસે ઇંગ્લેન્ડના જોસ બટલરે પોતાના કરિયરની પહેલી સદી ફટકારી. બટલર-સ્ટોક્સે 346 બોલમાં 169 રનની ભાગીદારી કરી. બટલરને આઉટ કરીને જસપ્રીત બુમરાહે આ ભાગીદારીને તોડી. તે બીજી ઇનિંગમાં 5 અને મેચમાં કુલ 7 વિકેટ પોતાને નામે કરી ચૂક્યો છે. 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં 7 વિકેટથી જીત નોંધાવી હતી. ત્યારબાદ 2011માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં હાર મળી હતી. ગયા વખતે 2014માં મેચ ડ્રૉ રહી હતી. ત્યારે ધોની જ કેપ્ટન હતો.

More News


Gujarat


India