Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:19

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-10 23:03:23

7 લાખનું લંચ, ક્રિકેટર આકાશ ચોપરા થયો ટ્રોલ

આપણું ગુજરાત ન્યૂઝ

ક્રિકેટ આકાશ ચોપરા હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહેતો હોય છે અને તેમાંય ટ્વિટર તો તેની પસંદગીવાળી જગ્યા હોય તેવું લાગી રહી છે. કારણ કે પોતાના મજાકીય અંદાજને કારણે આકાશ ચોપરાએ પોતાના 7 લાખના લંચ બિલનો ફોટો ટ્વિટર પર મૂક્યો હતો. બસ પછી શું થાય....મૂકતાની સાથે જ આકાશને લોકોએ ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં કેટલીક કોમેન્ટ્સ ઘણી દિલચસ્પ અને મજાકભરેલી હતી. 

ઉલ્લેખનીય છે કે આકાશે ઇન્ડોનેશિયાના બાલીમાં લીધેલા લંચનું બિલ ટ્વિટર પર મૂક્યું હતું, જેનું બિલ સાત લાખ રૂપિયા હતું. જોકે ભારતનીય રૂપિયા પ્રમાણે તેની કિંમત માત્ર 3300 આસપાસ થવા જાય છે. નોંધનીય છે કે આ પહેલા પરિણીતી ચોપરાએ પણ 4 મિલિયનનું લંચ અને 1 મિલિયનની ટી-શર્ટ ખરીદી હતી. 

More News


Gujarat


India