Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:15

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:53:31

એશિયન ગેમ્સ - બજરંગે અપાવ્યો ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ

નવી દિલ્હીઃ કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ ભારતીય સ્ટાર રેસલર બજરંગ પૂનિયાએ પુરુષોની 65 કિલોની સ્પર્ધાના ફાઈનલ મુકાબલામાં જાપાનના તાકાતાની દાઈચિને 11-8થી હરાવીને 18મી એશિયન ગેમ્સના પહેલા દિવસે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પ્રતિયોગિતામાં આ ભારતનો પહેલો ગોલ્ડ મેડલ છે. બજરંગએ એશિયન ગેમ્સ-2014માં સિલ્વર મેડલ જીત્યો હતો, જેનો રંગ તે આ વખતે બદલવામાં સફળ રહ્યો. આ પહેલા અપૂર્વી ચંદેલા અને રવિ કુમારએ 10 મીટર એર રાઈફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.પૂનિયાનો મુકાબલો ખૂબ જ ટક્કરનો રહ્યો હતો. ભારતીય રેસલરે આક્રામલ અંદાજથી પહેલી જ 16 સેકન્ડમાં 6 પોઈન્ટ મેળવી લીધા હતા, પરંતુ જાપાની રેસલરે કમબેક કર્યું. એક સમયે બંને રેસલર 6-6ના પોઈન્ટ પર આવી ગયા હતા, પરંતુ જેમ-જેમ રમત આગળ વધી બજરંગે જાપાની રેસલર પર કાબૂ મેળવી લીધો. આ મુકાબલો બજરંગે 11-8થી પોતાના નામે કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો.24 વર્ષિય ભારતીય પહેલવાને એશિયાઈ ગેમ્સ પહેલા સતત 3 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા હતા. તેમણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં જોર્જિયામાં તબલિસી ગ્રાંપ્રી અને ઈસ્તાંબુલમાં યાસર દોગુ ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મેડલ જીત્યો હતો. પૂનિયાએ પોતાનો આ ગોલ્ડ મેડલ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સમર્પિત કર્યો છે. અટલજીનું લાંબી બીમારી બાદ 16 ઓગસ્ટના રોજ 93 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

More News


Gujarat


India