Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:40

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-12 13:40:27

ભારતના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું નિધન, ક્રિકેટજગત શોકમગ્ન

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું 77 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમણે મુંબઈના જસલોકમાં અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે વાડેકરની ગણના ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. 

વાડેકર ઘણા સમયથી બિમાર હતા. અજીત વાડેકરનો જન્મ 1 એપ્રિલ 1941માં મુંબઈમાં થયો હતો. વાડેકરે 1966થી 1974 સુધી દેશ માટે ક્રિકેટ રમ્યા હતા. તેમણે પોતાના પ્રથમ શ્રેણીના ક્રિકેટની શરૂઆત 1958માં કરી હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૂઆત 1966માં કરી હતી. 

1971માં અજીત વાડેકરની આગેવાનીમાં ભારતે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી. 3 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી હતી.  શ્રેણીમાં લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાયેલી શરૂઆતી બંન્ને મેચ ડ્રો રહી પરંતુ ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં 71 રને પાછળ રહ્યાં બાદ યજમાન ટીમને 4 વિકેટે હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. બીજી ઈનિંગમાં ભારતે ભાગવત ચંદ્રશેખરની 6 વિકેટની મદદથી ઈંગ્લેન્ડને 101 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ શ્રેણીમાં ચંદ્રશેખર સિવાય દિલીપ સરદેસાઇ, એસ વેંકટરાઘવન, ગુંડપ્પા વિશ્વનાથ, બિશન સિંહ બેદી અને યુવા સુનીલ ગાવસ્કર સામેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને અજીત વાડેકરને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિકેટમાં તેમણે આપેલા યોગદાન માટે તેમને યાદ રાખવામાં આવશે. 

More News


Gujarat


India