Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:57:37

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:44:03

See Highlights - પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતની 31 રને હાર, 162માં ઓલઆઉટ

બર્મિંઘમ - 

બર્મિંઘમ ટેસ્ટમાં ભારતનો 31 રને ઇંગ્લેન્ડ સામે પરાજય થયો છે. મેચમાં એક સમયે ભારતને માત્ર 83 રન જરૂરી હતા વિજય માટે અને તેની પાંચ વિકેટ પણ બાકી હતી, જોકે ઇંગ્લિશ બોલર્સની ઘાતક બોલિંગ સામે ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડી ગયા હતા. આમ હવે ઇંગ્લેન્ડે 1-0થી પાંચ મેચની સિરીઝમાં સરસાઇ મેળવી લીધી છે. ભારત સામે જીત માટે 194 રનનો ટાર્ગેટ હતો જેના જવાબમાં આખી ટીમ 162 રનમાં જ સમેટાઈ ગઈ. ભારત તરફ વિરાટ કોહલીએ 51 અને હાર્દિક પંડ્યાએ 31 રનની ઈનિંગ્સ રમી. ઈંગ્લેન્ડે પોતાની બંને ઈનિંગ્સમાં ક્રમશ: 287 અને 180 રન બનાવ્યા હતા. બીજી તરફ ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં કોહલીના શાનદાર 149 રનની મદદથી 274 રન બનાવ્યા હતા.

ભારતે ત્રીજા દિવસના પોતાના સ્કોર 5 વિકેટે 110 રનથી આગળ રમવાનું શરૂ કરતા પહેલી જ ઓવરમાં દિનેશ કાર્તિકની વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે ભારતે પોતાના સ્કોરમાં માત્ર બે જ રન ઉમેર્યા હતા. કાર્તિકે 20 રન બનાવ્યા. ત્યારબાદ ક્રિઝ પર હાર્દિક પંડ્યા આવ્યો જેણે કોહલી સાથે મળી ભારતની ઈનિંગને આગળ વધારી. બંનેએ સાતમી વિકેટ માટે 29 રન જોડ્યા. પણ બેન સ્ટૉક્સે એક જ ઓવરમાં વિરાટ કોહલી (51) અને મોહમ્મદ શમી (0)ને આઉટ કરી ભારતને મુશ્કેલીમાં ધકેલી દીધું.

ઉલ્લેખનીય છે કે, ત્રીજા દિવસે ઈંગ્લેન્ડે એક સમયે માત્ર 87 રનના સ્કોરે 7 વિકેટ ગુમાવી દીધી હતી અને તે માંડ 100 રનનો આંકડો સ્પર્શી શકે તેમ હતું. આ સમયે 8મા ક્રમે બેટિંગમાં આવેલો અને માત્ર બીજી ટેસ્ટ રમી રહેલો સેમ કરન ભારત માટે હાર-જીતનું અંતર નક્કી કરનારો મુખ્ય ખેલાડી બની ગયો હતો. તેણે 63 રનની શાનદાર ઈનિંગ રમી ઈંગ્લેન્ડના સ્કોરને 180 રને પહોંચાડ્યો અને ભારત સામે જીત માટે 194 રનનો ટાર્ગેટ મૂક્યો. તેની આ જ ઈનિંગના કારણે ભારતે હારનો સામનો કરવો પડ્યો.

More News


Gujarat


India