Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:05

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:58:57

અનુષ્કા કેમ પ્રથમ લાઇનમાં ? લંડન હાઇકમિશનર સાથેની મુલાકાત વિવાદમાં આવી

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા કોઇને કોઇ વિવાદમાં રહેતા હોય છે અને હવે તેમની સાથે જોડાયેલો વધુ એક વિવાદ ઇંગ્લેન્ડ પ્રવાસે થયો છે. આમેય પત્નીઓને સાથે રાખવાની બાબતે ભારતીય  ટીમ પહેલેથી જ ઇંગ્લેન્ડમાં વિવાદમાં સપડાયેલી છે ત્યાં હવે લંડન ખાતે ભારતીય હાઇ કમિશનર સાથેની મુલાકાત વિવાદમાં આવી ગઇ છે. આ અવસરનો એક ફોટો BCCIએ ટ્વિટર પર શેર કર્યો છે.હવે લોકો આ ફોટોને ટ્રોલ કરી રહ્યા છે. કારણકે આ ફોટોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ છે. ટીમ ઈન્ડિયા સાથે અનુષ્કા ઉભી છે એમાં લોકોને શું વાંધો પડ્યો? આ ફોટોમાં અનુષ્કા શર્મા સૌથી આગળની લાઈનમાં ઉભી છે અને ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણે સૌથી પાછળની લાઈનમાં ઉભો છે. અને ક્રિકેટના ફેન્સને આ વાત પસંદ ન આવી.

More News


Gujarat


India