Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:54:59

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:55:20

Asian Games-2018: અર્પિંદર સિંહ પછી સ્વપ્નાએ હેપ્ટાથલોનમાં અપાવ્યો 11મો ગોલ્ડ

એશિયન ગેમ્સમાં ભારત મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આજે 11માં દિવસે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે, જે સાથે જ ભારતને 11 ગોલ્ડ મળ્યા છે. ટ્રિપલ જમ્પમાં ભારતની ગોલ્ડન સફળતા મળી છે. અર્પિંદર સિંહ 16.77 મીટરમાં પહેલા સ્થાન પર રહ્યા છે, અને ગોલ્ડ પર કબ્જો કર્યો છે. આ સાથે જ હેપ્ટાથલની 800 મીટરમાં સ્વપ્ના બર્મને ભારતને 11મો ગોલ્ડ અપાવ્યો છે.

મહિલાઓની હેપ્ટેથ્લોન રમતમાં, સ્વપ્ના બર્મને એની ઈન્જરીની પરવા કર્યા વિના જોરદાર પરફોર્મન્સ બતાવીને પહેલું સ્થાન મેળવ્યું અને ગોલ્ડ મેડલ જીત્યો. હેપ્ટેથ્લોનમાં સાત રમતોની હરીફાઈ થઈ. એમાંથી 3માં સ્વપ્નાએ પર્સનલ બેસ્ટ દેખાવ કર્યો હતો. કુલ 6026 પોઈન્ટ મેળવીને એ પ્રથમ સ્થાને આવી. હેપ્ટેથ્લોનમાં સાત રમતોની હરીફાઈ એટલે – 100 મીટર હર્ડલ્સ, 200 મીટર દોડ, 800 મીટર દોડ, ગોળાફેંક (શોટપૂટ), ભાલાફેંક (જેવેલીન થ્રો), હાઈ જમ્પ અને લોન્ગ જમ્પ. સ્વપ્નાએ આમાં ગોલ્ડ મેડલ જીત્યો.હાલની એશિયન ગેમ્સમાં ભારતનો આ 11મો ગોલ્ડ મેડલ છે. અર્પિંદર પહેલાં તજિંદર સિંહ (શોટ પૂટ), નીરજ ચોપાડા(જેવલિન થ્રો) અને મંજીત સિંહ (800 મીટર દોડ)માં ગોલ્ડ મેડલ જીત્યો છે.

More News


Gujarat


India