Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:26:07

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:24:55

અબુ ધાબીમાં એજાઝ પટેલનો તરખાટ, ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 4 રને હરાવ્યું

આપણું ગુજરાત ન્યૂઝ 

ગુજરાતી મૂળના લેફ્ટ આર્મ સ્પિનર અને પોતાની પ્રથમ જ ટેસ્ટ મેચ રમી રહેલા એજાઝ પટેલની જાદુઇ બોલિંગથી ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને પ્રથમ ટેસ્ટ મેચમાં ચાર રને હાર આપી છે. એક સમયે પાકિસ્તાન આસાનીથી મેચ જીતી જશે તેમ લાગતું હતું, પરંતુ એજાઝ પટેલે 59 રનમાં જ પાંચ વિકેટ ઝડપી પાકિસ્તાનને તંબુ ભેગું કરી દીધું હતું. 176 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન 171 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. 

ચોથા દિવસે પાકિસ્તાન માટે ટાર્ગેટ ખૂબ જ આસાન જણાતો હતો અને  વિના વિકેટે 37 રનથી આગળ રમતા 40 રને પોતાની વિકેટ ગુમાવી હતી ત્યારબાદ નિયમિત અંતરે પાકિસ્તાને વિકેટ ગુમાવી હતી. જોકે અઝર અલી અને અશદ શફિકે ચોથી વિકેટ માટે 82 રન ઉમેરતા પાકિસ્તાન જીતની પોઝિશનમાં આવી ગયું હતું જોકે એજાઝ પટેલનો સ્પેલ નિર્ણાયક સાબિત થયો હતો અને તેણે પાકિસ્તાની બેટ્સમેનોને ઘૂંટણીયે પાડી દીધા હતા. પોતાની પ્રથમ ટેસ્ટ મેચમાં જ એજાઝ પટેલે કુલ સાત વિકેટ ઝડપી હતી. ફોટો બાય બ્લેકકેપ્સ

More News


Gujarat


India