Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:55:50

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 22:18:16

બુમરાહનો તરખાટ, ઇંગ્લેન્ડની હાર નિશ્ચિત, ભારત 1 વિકેટ દૂર

બુમરાહે 5 તથા ઇશાંતે 2 વિકેટ ઝડપી, બટલરની સદી

આપણું ગુજરાત ન્યૂઝ

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત જીતથી એક વિકેટ જ દૂર છે. અંતિમ સેશનમાં જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગ સામે ઇંગ્લેન્ડના પડકારનો અંત આવ્યો હતો. જોસ બટલર અને બેન સ્ટોકસ દીવાલ બન્યા હતા. જોકે, આજે મેચની આખરી કલાકમાં બુમરાહે એક જ ઓવરમાં પહેલા સદીવીર બટલરને અને પછીના દડે બેયરસ્ટોને આઉટ કરીને ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું હતું. આ પછી બુમરાહે તેની ચોથી વિકેટ લઇને ક્રિસ વોક્સને પેવેલિયન ભેગો કરી દીધો હતો. દિવસના અંતે ઇંગ્લેન્ડે 9 વિકેટે 311 રન બનાવી લીધા હતા અને હજુ જીતથી 210 રન દૂર છે. આમ તેની હાર નિશ્ચિત બની ગઇ હતી.

એક સમયે ભારતે આજે ચોથા દિવસે લંચ પહેલા જ ઇંગ્લેન્ડની 4 વિકેટ 62 રનમાં ડૂલ કરી દીધી હતી. આથી ભારત સામે ઇંગ્લેન્ડના બીજા દાવમાં સસ્તામાં સંકેલો થઇ જશે તેવી સ્થિતિ હતી, પણ બટલરની લડાયક સદી અને સ્ટોકસને જવાબદારીભરી અર્ધસદીની મદદથી ઇંગ્લેન્ડની ટીમ ત્રીજો ટેસ્ટમાં સંઘર્ષ કરીને ભારતની જીતનો ઇંતઝાર વધાર્યો હતો.  બીજી તરફ ભારતને જીત માટે 3 વિકેટની જરૂર હતી. બટલરે તેની ટેસ્ટ કારકિર્દીની આજે પહેલી સદી કરી હતી. તે 106 રન કરીને આઉટ થયો હતો .

આ પહેલા આજે મેચના ચોથા દિવસે ઇંગ્લેન્ડે તેનો બીજો દાવ વિના વિકેટે 23 રનથી આગળ વધાર્યો હતો. ઇશાંત શર્માએ આજના દિવસની પહેલી ઓવરમાં જ જેનિંગ્સને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જેનિંગ્સે 13 રન બનાવ્યા હતા. આ પછી ઇશાંતે તેના મનપસંદ શિકાર એલિસ્ટર કૂક (17)ને પેવેલિયન ભેગો કરી દીધો હતો. જયારે ઇંગ્લીશ સુકાની જો રૂટ (13)ને બુમરાહે અને નવોદિત ઓલિ પોપ (16)ને શમીએ આઉટ કર્યાં હતા. ભારત તરફતી બુમરાહે 85 રનમાં પાંચ તથા ઇંશાંત શર્માએ 2, હાર્દિક અને મોહમ્મદ શમીએ એક-એક વિકેટ ઝડપી હતી. 

More News


Gujarat


India