Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:11

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 11:12:13

એજાઝ પટેલ...ન્યૂઝીલેન્ડની જીતનો હીરો

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

એજાઝ પટેલ...ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો નવો હિરો...પાકિસ્તાન જ્યાં જીત સુધી પહોંચ્યું હતું ત્યાં અચાનક જ એજાઝ પટેલે પોતાની જાદુઇ બોલિંગથી ન્યૂજીલેન્ડને જીત અપાવી. ન્યૂઝીલેન્ડ ટીમમાં સિલેક્શન થયું ત્યારે એજાઝ પટેલે આપણું ગુજરાત સાથે વાત કરી હતી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઓક્ટોબરમાં પાકિસ્તાન સામે જ ટી-20માં ડેબ્યુ કર્યા બાદ એજાઝ પટેલને ટેસ્ટ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાનો આશાવાદ હતો અને આખરે પોતાની પ્રથમ જ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. એજાઝે મેચ બાદ જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટ રમવું એ સપનું સાકાર થયા બરોબર છે અને તેમાંથી હારમાંથી પોતાની ટીમને જીત અપાવવી એક વિશેષ ક્ષણ છે. 

એજાઝ પટેલે ન્યૂઝીલેન્ડના સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટ પ્લન્કેટ શીલ્ડ્સમાં સતત ત્રણ વર્ષ સુધી સેન્ટ્રલ ઓટાગો તરફથી સૌથી વધારે વિકેટ ઝડપીને ન્યૂઝીલેન્ડનો શ્રેષ્ઠ ડોમેસ્ટિક પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ 2018માં મેળવ્યો હતો. 30 વર્ષીય એજાઝે પોતાની આ સિદ્ધિ પાછળ ક્યારેય હાર નહીં માનવાના એટિટ્યુડને જવાબદાર ગણાવ્યો હતો. આપણું ગુજરાત ન્યૂઝીલેન્ડ એજાઝ પટેલને વધુને વધુ સિદ્ધિ હાંસલ કરે તેવી શુભેચ્છા પાઠવે છે. 

More News


Gujarat


India