Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:08

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-09 20:04:59

સોનમ શેલારના બે ફોન પાણીમાંથી પોલીસે શોધી કાઢ્યા, મોતનું રહસ્ય અકબંધ

આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન

વેલિંગ્ટન સ્થિત 5 માસની ગર્ભવતી મહિલા સોનમ શેલારના અપમૃત્યુનો કોયડો વધુને વધુ ગુંચવાઇ રહ્યો છે. જ્યાંથી સોનમ શેલારનો મૃતદેહ મળી આવ્યો હતો તેવા વાઇરારપા બીચ પરથી ન્યૂઝીલેન્ડ પોલીસે 2 ફોન શોધી કાઢ્યા છે. શુક્રવારે પોલીસે તેના પતિ સાગર પાસેથી પાસકોડ્સ માગ્યા હતા, મળી આવેલા ફોનમાંથી એક આઇફોન 10 છે અને વોટરપ્રૂફ હોવાના કારણે પોલીસને આશા છે કે તેમાંથી ખૂટતી કડીઓ જોડાઇ શકે છે, જોકે બીજો ફોન પાણીમાં રહ્યો હોવાને કારણે ખરાબ થઇ ગયો છે. પોલીસે શુક્રવારે રિપોટર્સને જણાવ્યું હતું કે ગુરુવારે વેલિંગ્ટનના આઇલેન્ડ બે પર પોલીસ ડાઇવર્સે પાણીમાંથી ફોન શોધી કાઢ્યા છે. જોકે સોનમના મર્ડર થયાના પરિવારના આરોપને પોલીસે ફગાવી દીધો હતો. પરંતુ કહ્યું હતું કે પોલીસ તપાસ ચાલું છે અને ઓપરેશન ઝેપ્લિન હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. અમારી પાસે મૃત્યુનો પ્રાથમિક અહેવાલ છે પરંતુ ફોરેન્સિક એનાલિસીસની રાહ જોવાઇ રહી છે. જેનાથી માલૂમ પડશે કે મૃત્યુનું સાચું કારણ શું હોઇ શકે છે. આ તરફ હાલ તપાસમાં સાગર પોલીસને જરૂરી તમામ મદદ કરી રહ્યો છે અને પોલીસે મોટા પ્રમાણમાં કાર, બિઝનેસ અને અનેક ઘરના સીસીટીવી ફૂટેજ પ્રાપ્ત કર્યા છે. 

More News


Gujarat


India