Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:53

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 20:51:11

યુએસ ડોલર સામે ન્યૂઝીલેન્ડ ડોલર અઢી વર્ષની તળીયે પહોંચ્યો

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણાં સમયથી ન્યૂઝીલેન્ડના વિવિધ ગ્રૂપમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સામે ઇતિહાસની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે અને તેને કારણે વધી રહેલા પેટ્રોલના ભાવને લઇ ભારત સામે ઘણી નિમ્ન સ્તરની પોસ્ટ કોમેન્ટ થઇ રહી છે. પરંતુ આ તરફ ન્યૂઝીલેન્ડની ડોલર અને પેટ્રોલના વધી રહેલા ભાવને લઇ આ લોકો કોઇ પોસ્ટ મૂકી રહ્યા નથી. જે અનેક સવાલ પેદા કરી રહ્યું છે. નોંધનીય છે કે મજબૂત યુએસ ડોલર સામે ન્યુઝીલેન્ડ ડોલર 30 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો છે. 

ન્યૂઝીલેન્ડના ડોલર માટે કિવીને 64 અમેરિકી સેન્ટ મળી રહ્યા છે. જે વર્ષ 2016થી સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. જેના કારણે અમેરિકન વ્યાજદરમાં વધારો કરશે. તે નિકાસકારો માટે સારી સમાચાર હોઈ શકે પરંતુ આયાતકારો માટે વધુ ખર્ચાળ સાબિત થઇ શકે છે. જેમાં પેટ્રોલનો પણ સમાવેશ થાય છે. આ તરફ કિવી લોકોની લાગણી બહાર આવી રહી છે કે લઘુત્તમ વેતન પર આ મોંઘવારી પર જીવવું મુશ્કેલ બની રહ્યું છે. નાણામંત્રી ગ્રાન્ટ રોબર્ટસનએ જણાવ્યું હતું કે યુએસ ડોલરમાં મોટાભાગની વૈશ્વિક ચલણ સામે વધારો થયો છે, જેણે તે દેશો માટે તેલના ભાવ પર દબાણ કર્યું છે, કારણ કે તેની લેવડદેવડ યુએસ ડૉલરમાં થાય છે. જોકે અમે બે વર્ષમાં આપણી અર્થતંત્રમાં સૌથી મજબૂત વૃદ્ધિ અનુભવી રહ્યા છીએ. 

More News


Gujarat


India