Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:56

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:27:51

હવે ઓકલેન્ડના સુપરમાર્કેટમાં સ્ટ્રોબેરીમાંથી સોય મળી

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ઓસ્ટ્રેલિયાના સુપરમાર્કેટમાં સ્ટ્રોબેરીમાંથી નીડલ મળી આવ્યાની ઘટના બાદ હવે ઓકલેન્ડના સુપરમાર્કેટમાં પણ સ્ટ્રોબેરીમાંથી નીડલ મળવાની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. કાઉન્ટડાઉન સુપરમાર્કેટે સાવચેતીના ભાગરૂપે ઓસ્ટ્રેલિયન ચોઇસ બ્રાન્ડને પાછી ખેંચી લીધી છે. પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં આ બ્રાન્ડને ગયા સપ્તાહે ન્યૂઝીલેન્ડમાં વેચવા માટે લાવવામાં આવી હતી. સુપર માર્કેટે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે આ પહેલા ચોઇસ બ્રાન્ડની સ્ટ્રોબેરી માટે અમને કોઇ ફરિયાદ મળી નથી. પરંતુ ગ્રાહકો પોતાના સંતોષ ખાતર જો આ પ્રોડક્ટને પાછી આપવા માગે છે તો અમે રિફંડ આપવા માટે તૈયારી છીએ. હાલ અમારી ઓથોરિટી ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન ઓફિસ બેરર્સ એમ બંનેના સંપર્કમાં છે. નોંધનીય છે કે ફૂડસ્ટફે, ફોર સ્ક્વેર, પેક એન્ડ સેવ અને ન્યૂ વર્લ્ડમાંથી આ પ્રોડક્ટ નહીં વેચવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારની ઘટના સફરજન અને કેળાના પેકિંગમાં બની હતી અને તેને કારણે ઓસ્ટ્રેલિયન કૃષિ માર્કેટમાં ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. આ તરફ સત્તાવાલાઓએ ગ્રાહકોને વિનંતી કરી છે કે સ્ટ્રોબેરી ખાતા પહેલા થોડી સાવધાની રાખે અને બને તો પહેલા તેના ટૂકડા કરીને જ ખાવાનો આગ્રહ રાખી શકે છે.  

પ્રતીકાત્મક તસ્વીર 

More News


Gujarat


India