Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:42

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-08 08:55:26

ભારતથી ન્યૂઝીલેન્ડ આવતા વિદ્યાર્થીઓમાં ઘટાડો

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

સ્ટુડન્ટ વિઝા પોલિસીમાં જરૂરી ફેરફાર કરાયો હોવા છતાં પણ ભારતથી ન્યૂઝીલેન્ડ આવતા સ્ટુડન્ટ્સ માઇગ્રન્ટ્સમાં ઘટાડો નોંધાયો છે. સ્ટેટિસ્ટિક્સ એન.ઝેડના ડેટા અનુસાર ઓગષ્ટ સુધીમાં ભારતથી આવતા સ્ટુડન્ટ્સ માઇગ્રન્ટમાં ઘટાડો નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીએ સૌથી મોટો ઘટાડો છે. જોકે ઑગસ્ટના અંતમાં ન્યૂઝીલેંડમાં 72,100 લોકો રહેવા આવવા સાથે ઇમિગ્રેશન લેવલ ઉંચું રહેલું છે. 

સ્ટેટિસ્ટિક્સ એનઝેડના તાજેતરના આધિકારિક આંકડા દર્શાવે છે કે જુલાઈ સુધીમાં વર્ષ માટેના અગાઉના આંકડા કરતા ઇમીગ્રેશન નંબર્સ સહેજ ઓછા છે, જે અગાઉ રેકોર્ડ ઊંચી સપાટીએ હતા.  માસિક ધોરણે જોવા જઇએ તો 5500 લોકોની મોસમી ધોરણે એડજસ્ટ થયેલી નેટ ગેઇન કેટેગરીમાં આવે છે. સ્ટેટિસ્ટિક્સ એનઝેડ વસ્તી આંકડાના વરિષ્ઠ મેનેજર પીટર ડોલને સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે આંકડા જોતાં ફાયદા અને ઘટાડો એમ બંને નોંધાયો છે. "દક્ષિણ આફ્રિકા અને યુનાઇટેડ કિંગડમથી સ્થળાંતરની સૌથી મોટી સંખ્યા જોવા મળી છે તો ભારતથી આવતા વિદ્યાર્થીની સંખ્યામાં સૌથી મોટી ઘટાડો થયો છે."  મજબૂત ઇકોનોમી અને સ્કિલ્ડ માઇગ્રન્ટ્સની ડિમાન્ડથી સંખ્યામાં સંખ્યામાં વધારો થયેલો જોવા મળે છે તો ન્યૂઝીલેન્ડવાસીઓ પણ પુનઃ દેશમાં આગમન કરી રહ્યા છે. ઓગસ્ટમાં ઓગસ્ટમાં બ્રેક માટે ન્યૂઝીલેન્ડમાં રેકોર્ડ 3.7 મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે કિવી ઓગસ્ટમાં વિદેશમાં 252,100 પ્રવાસી ગયા હતા, જે ઓગસ્ટ 2016 થી 7 ટકા વધ્યો હતો.

More News


Gujarat


India