Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:28

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 21:14:15

શાન્તિ નિવાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા NZઆઇડલનું સફળ આયોજન

અબ્દુલ નાસિર બેગ બન્યા ચેમ્પિયન, નીલા કડકિયા પ્રથમ રનર્સ અપ

કેતન જોશી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

શાન્તિ નિવાસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે ન્યૂઝીલેન્ડ સિનીયર સિટીઝન સિંગિગ આઇડલ કમ્પેટિશનનું સફળ આયોજન કરવામાં આવ્યું. છઠ્ઠી ઓક્ટોબરે યોજાયેલા ફાઇનલ રાઉન્ડમાં 50થી લઇને 89 વર્ષ સુધીના ઓકલેન્ડમાં વસતા સિનીયર સિટીઝને ભાગ લીધો હતો. ફાઇનલ રાઉન્ડના મોર્નિંગ સેશન દરમિયાન નેશનલ પાર્ટી લીડર્સ કંવલજીત બક્શી, પર્મજીત પરમાર, લેબર પાર્ટીના માઇકલ વુડ, ઓકલેન્ડ ઇન્ડિયન કોન્સુલ ભવ ઢિલ્લોન, મિત્તલ ગ્રૂપ ઓફ કંપનીઝના સોહન મિત્તલ તથા સ્પાર્ક ઇન્ટરનેશનલ અને ઓફશોર બીજેપીના દેવ ભારદ્વાજ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે સોહન મિત્તલ દ્વારા વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને તેમને પ્રાયોજિત પણ મિત્તલ ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા કરવામાં આવી હતી. 

More News


Gujarat


India