Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:09:33

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 19:24:37

26-27મી ઓક્ટોબરે પેટ્રોલ સ્ટ્રાઇક, સોશિયલ મીડિયા પર ઇવન્ટ ક્રિએટ

વેલિંગ્ટનથી ક્રિએટ થયેલા ઇવન્ટને 18000થી વધુ લોકોએ આપ્યો સહકાર 

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ

પેટ્રોલ અને ડિઝલના વધતી કિંમતોથી હવે ન્યૂઝીલેન્ડની જનતા પરેશાન થઇ ચૂકી છે. થોડા થોડા સેન્ટ્સના ભાવ વધારીને ખાનગી કંપનીઓએ પેટ્રોલની કિંમત ઐતિહાસિક સ્તરે પહોંચાડી દીધી છે, જેની સામે વેલિંગ્ટનની એક મહિલાએ બાંયો ચઢાવી છે. આ મહિલાએ 26 અને 27મીએ પેટ્રોલ સ્ટ્રાઇક ઇવન્ટ ક્રિએટ કર્યો છે અને તેને લોકોનો મોટા પ્રમાણમાં સાથ પણ મળી રહ્યો છે.  લોકોને આ દિવસોમાં ફ્યુલ નહીં ભરાવીને વિરોધ કરવાનું આહ્વાન આ ફેસબુક ઇવેન્ટમાં કહેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આ જ્યારે લખાઇ રહ્યું છે ત્યારે 18000થી પણ વધારે લોકોએ પેટ્રોલ સ્ટ્રાઇકમાં રસ દાખવ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ ગવર્નમેન્ટ દ્વારા ફ્યુલ પર 3.5 સેન્ટ્સનો ટેક્સ નાખવામાં આવ્યો છે અને આગામી બે વર્ષમાં વધુ ટેક્સ નાખવા પર વિચાર કરી રહી છે. આ તરફ ઓઇલ કંપનીઓ કહી રહી છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધતાં ભાવો બાદ પણ અમે કિવિઓને શ્રેષ્ઠ કિંમતો આપવાની કોશિષ કરી રહ્યા છીએ. જોકે હાલ તો સોશિયલ મીડિયા પર મળી રહેલા પ્રતિભાવથી ઓઇલ કંપની અને સરકારને ચિંતામાં જરૂર મૂકી દીધી છે. હવે જોઇએ કે 26 અને 27મી ઓક્ટોબરે આ સોશિયલ પ્રેમીઓનો પેટ્રોલ સ્ટ્રાઇક પર કેટલો સાથ મળે છે. 

More News


Gujarat


India