Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:26:50

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 16:25:32

ન્યૂઝીલેન્ડમાં ફ્યુલ પ્રાઇઝમાં 30 સેન્ટ્સ સુધીનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ન્યૂઝીલેન્ડ ડોલર વધુ મજબૂત થયો અને ઓઇલ પેદાશોમાં ભાવઘટાડો જવાબદાર 

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ન્યૂઝીલેન્ડ ડોલરનો મજબૂત દેખાવ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં થયેલા ઘટાડાને પગલે દેશભરના પેટ્રોસ્ટેશન પર ભાવમાં 30 સેન્ટ્સ સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચમાં 91 ઓક્ટેન પેટ્રોલ એક મહિના પહેલા લિટરદીઠ 2.49 ડોલરથી ઘટીને 2.20 ડોલરે પહોંચી ગયું છે. તો આ તરફ ઓકલેન્ડમાં ગેસ્પી એપ્લિકેશન પ્રમાણે પેનરોઝમાં પર એક પેટ્રોસ્ટેશન 2.23 ડોલર પ્રતિલીટરે પેટ્રોલ વેચી રહ્યું છે. આમ છેલ્લા ત્રણ અઠવાડિયામાં અંદાજે 28 સેન્ટ્સ જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. અર્થશાસ્ત્રીઓના મતે યુએસ ડોલર સામે ન્યૂઝીલેન્ડ ડોલર બે સેન્ટ્સ મજબૂત થયો છે જ્યારે અમેરિકામાં ઓઇલની સપ્લાયમાં થયેલો વધારો પણ પેટ્રોલિયમ પેદાશોના ભાવ ઘડાડા માટે જવાબદાર છે. 

More News


Gujarat


India