Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:10:07

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 05:11:39

નવરાત્રીનો આજથી પ્રારંભ, ગાંધી સેન્ટર ખાતે ભવ્ય આયોજન

ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

2500-3000 ગરબાપ્રેમીઓ આવવાની સંભાવના - નરેન્દ્ર ભાણા, પ્રેસિડેન્ટ ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશન

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

નવરાત્રીનો આજથી પ્રારંભ સમગ્ર વિશ્વમાં થઇ રહ્યો છે. ભારતનો સૌથી લાંબો ચાલતો આ તહેવાર ઓકલેન્ડમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારણ કે નવરાત્રીમાં માતાજીના અનુષ્ઠાનની સાથે ગુજરાતીઓ ગરબા રમવામાં વિશ્વભરમાં લોકપ્રિય છે. ઓકલેન્ડના મહાત્મા  ગાંધી સેન્ટર ખાતે ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશન દ્વારા 10 દિવસની નવરાત્રી ગરબા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓકલેન્ડના દરેક ખૂણેથી ગુજરાતીઓની સાથે અન્ય ભારતીય સમાજના લોકો પણ ગરબા રમવા માટે અહીં આવે છે. 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી ચાલનારા આ ઇવન્ટની લોકપ્રિયતામાં દર વર્ષે વધારો થઇ રહ્યો છે. ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર ભાણાએ આપણું ગુજરાતને જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડની નવરાત્રીની ગૂંજ ભારતમાં પણ સંભળાય તે માટે અમે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સૌથી મહત્વપૂર્ણ આ ઇન્ટની એ છે કે પાંચ લોકોનું ગરબા મ્યુઝિક ગ્રૂપ ભારતથી બોલાવવામાં આવ્યું છે. અમને આશા છે કે તેમના તાલે અને ગરબાપ્રેમીઓ સમગ્ર ઇવન્ટને હંમેશા યાદ રાખશે. અમને આશા છે કે આ વખતે વિકેન્ડમાં 2500થી 3000 અને વિકડેઝમાં 1500થી 2000 જેટલા ગરબાપ્રેમીઓ આવી શકે છે. તો આ ઉપરાંત ખાવા-પીવાની પણ વિશેષ તકેદારી અમારા આયોજનમાં રાખવામાં આવી છે. નવરાત્રી હંમેશા ભક્તિ, ઉત્સાહ અને વિશેષ ખાણી-પીણી માટે જાણીતો છે, આશા છે કે આ વર્ષે પણ રેકોર્ડબ્રેક દાંડિયા પ્રેમીઓ ભાગ લે તેવી સંભાવના છે. 

Image by The Auckland Indian Association 

More News


Gujarat


India