Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:17

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 23:00:13

કાળા માથાના માનવીએ આ શું વેચવા કાઢ્યું ?

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

કાળા માથાના માનવીએ પર્યાવરણમાં આવતી ઘણી બધી કુદરતી વસ્તુઓને વ્યવસાયિક બનાવી દીધી છે. જોકે તેમાં એક વસ્તુ હજુ સુધી બાકાત હતી તેવું સાંભળવા અને જોવા મળતું હતું. પરંતુ હવે એનો પણ વ્યવસાય શરૂ થઇ ગયો છે. અમે વાત કરી રહ્યા છે હવાની,,, જી હા સૃષ્ટિના દરેક ખૂણે વિનામૂલ્યે ઉપલબ્ધ હવાને પણ હવે વ્યવસાયિક ચીજવસ્તુ તરીકે સામનો કરવો પડી રહ્યો છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડેમિયન ક્રિસ્ટી નામના એક પત્રકારે હવા વેચતી પ્રોડક્ટનો ફોટો મૂક્યો છે. જેણે એક નવા જ વિવાદને જન્મ આપ્યો છે. પોતાના ટ્વિટ્ટર એકાઉન્ટ પર આ ફોટો મૂક્યા બાદ કંપની સામે લોકોનો રોષ ફાટી નિકળેલો જોવા મળે છે. 

કિવિયાના કંપનીએ તાજી હવાના કેન બનાવ્યા છે અને તેને 98 ડોલરમાં વેચવા કાઢ્યા છે. એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે 4700 રૂપિયા આ કેનની કિંમત છે. આ પ્રોડક્ટને કંપનીએ ફેસમાસ્ક સાથે વેચવા મૂકી છે એટલે કોઇપણ નાગરિક તેને વિશ્વના કોઇપણ ખૂણે ન્યૂઝીલેન્ડની હવાની તાજગી મેળવી શકે છે. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડ સમગ્ર વિશ્વમાં પોતાના કુદરતી સૌંદર્યને લઇને પ્રખ્યાત છે અને અહીં આબોહવામાં ક્યાંય પ્રદૂષણ જોવા મળતું નથી. એક વ્યક્તિએ પોતાના ગુસ્સાને ઠાલવતા ટ્વિટર પર લખ્યું કે શું... આપણે ટોચની મૂડીવાદને હિટ કરી દીધી છે!" 

More News


Gujarat


India