Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:15:00

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 01:05:57

ડાઇરેક્ટ ફ્લાઇટને મુદ્દે જોઆના કેમ્પકર્સ અને સુરેશ પ્રભુ વચ્ચે મુલાકાત

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડાઇરેક્ટ ફ્લાઇટ અને દ્વીપક્ષીય ઔદ્યોગિક સંબંધને લઇ ચર્ચા

આપણું ગુજરાતન્યૂઝ. નવી દિલ્હી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્તમાન સમયમાં કોઇ સીધી ફ્લાઇટ છે નહીં, પરંતુ આગામી દિવસોમાં આ દિશામાં સકારાત્મક પગલા ભરાય તે દિશામાં ભારતના મિનિસ્ટર ફોર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝ, સિવિલ એવિયેશન, સુરેશ પ્રભુ અને ભારત ખાતેના ન્યૂઝીલેન્ડ હાઇકમિશનર જોઆના કેમ્પકર્સ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક સોમવારે યોજાઇ હતી. જેમાં બંને વચ્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ડાઇરેક્ટ ફ્લાઇટ અને આગામી સમયમાં દ્વીપક્ષીય ઔદ્યોગિક સંબંધોને કેવી રીતે નવી ઉંચાઇ સુધી લઇ જવાય તે અંગે વાતચીત થઇ હતી. બંને દેશો દ્વીપક્ષીય ઔદ્યોગિક સંબંધોને આગળ વધારીને વેપાર અને ઉદ્યોગમાં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય તે અંગે ચર્ચા થઇ હતી. તો આ તરફ હાલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કોઇ સીધી ફ્લાઇટ ઉપલબ્ઘ છે નહીં, પરંતુ આગામી દિશામાં તે બંને દેશો માટે કેવી રીતે લાભદાયી બની શકે છે તે અંગે વાતચીત થઇ હતી. આ તરફ ભારતમાં ન્યૂઝીલેન્ડના હાઇકમિશનર સુરેશ પ્રભુને ન્યૂઝીલેન્ડ આવવાનું આમંત્રણ આપતા જોઆના કેમ્પકર્સે બેઠકને સકારાત્મક ગણાવી હતી અને એવિયેશન, ઉદ્યોગ અને વેપાર મુદ્દે વધુ ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

More News


Gujarat


India