Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:11:45

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 14:43:39

મજબૂત મનોબળથી મહાત્મા...

ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે ઓકલેન્ડમાં ગ્લોબલ પીસ માર્ચનું આયોજન, ભારતીય સમૂદાય અને સંગઠનોએ લીધો ભાગ, ઓકલેન્ડના મેયર ફિલ ગૉફે પીસ રેલીને આવકારી

કેતન જોશી. આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

મહાત્મા ગાંધીની આ બીજી ઓક્ટોબરે 150મી જન્મજયંતિ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી અને તેમાં ઓકલેન્ડ પણ બાકાત ન રહ્યું. આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે. આ એવી વ્યક્તિ હતી ભારત દેશની જેને આજે પણ સમગ્ર વિશ્વ યાદ કરે છે. ઓકલેન્ડના હ્દયસમાન ક્વિન્સ સ્ટ્રીટ પર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય હાઇકમિશનના અને ઓકલેન્ડ કોન્સુલેટના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ પીસ માર્ચનું આયોજન કરાયું. જેને ઓકલેન્ડના મેયર ફિલ ગૉફે aotea square ખાતે આવકારી હતી. ન્યૂઝીલેન્ડના એથનિક કોમ્યુનિટી મિનિસ્ટર જેની સાલેસા, નેશનલ લિસ્ટ એમપી કંવલજીત બક્શી, પર્મજીત પરમાર, માનનીય ઓકલેન્ડ કોન્સુલેટ ભવ ઢિલ્લોન અને આપણું ગુજરાતના દેવ ભારદ્વાજ, સોહન મિત્તલ પણ હાજર રહ્યા હતા. ઓકલેન્ડના વસતા ભારતના તમામ સમૂદાય અને સંગઠનોના સભ્યો મહાત્મા ગાંધીજીને સન્માન આપવા એકઠા થયા હતા. 

ઓકલેન્ડના મેયર ફિલ ગૉફે ગાંધીજીને પોતાના હીરો ગણાવતા કહ્યું હતું કે ગાંધીજીએ આપણને શાંતિ, અહિંસાનું મહત્વ સમજાવ્યું છે. ભારતની આઝાદી માટે તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે એ પણ સમજાવ્યું કે જે લક્ષ્ય તરફ આપણે આગળ વધીએ છીએ તે હિંસા વિના પણ મેળવી શકાય છે. દરેક ધર્મ એક સમાન છે અને તેમાં કોઇ ભેદભાવ ન હોવા જોઇએ તેનું મહત્વ આપણે ગાંધીજી પાસેથી જાણી શક્યા છીએ. આ વંશીય ભેદભાવને ભૂલી આપણે સમૃદ્ધ વિશ્વ તરફ પ્રયાણ કરવું જોઇએ. 

આ તરફ એથનિક કોમ્યુનિટી મિનિસ્ટર જેની સાલેસાએ જણાવ્યું હતું કે ગાંધીજીની જન્મ જયંતિએ આયોજિત ગ્લોબલ પીસ માર્ચમાં ભાગ લઇને ધન્યતા અનુભવું છું. અહિંસા પ્રત્યે તેમના દૃઢ મનોબળને કારણે યુનાઇટેડ નેશન્સે બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો છે. તેમના જીવનથી હું એટલું જાણી શકી છું કે ઘણા દેશોના વિશ્વનેતાઓ હિંસાના માર્ગે જતાં હોય છે, પરંતુ શાંતિ કાર્ય કરી શકે છે તેનું સાચું ઉદાહરણ ગાંધીજી છે. તે હંમેશા ન્યાય માટે હાજર રહેતા. તેમના આ જ દૃઢ મનોબળને કારણે હું રાજકારણમાં આવી છું અને હંમેશા ન્યાય કરવાની કોશિષ કરું છું. 

ઓકલેન્ડ કોન્સુલેટ ભવ ઢિલ્લોને જણાવ્યું હતું કે ઇન્ડિયન ડાયસપોરાની ઇચ્છા હતી કે આ પ્રકારનું આયોજન કરવામાં આવે અને મિનિસ્ટર જેની સાલેસાએ ઘણી મદદ કરી છે આ આયોજન પાછળ. વિશ્વમાં શાંતિ અર્થે તેમના કાર્યો આજે પણ દરેક હૃદયમાં સ્થાન પામે છે. 

More News


Gujarat


India