Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:09:49

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-14 04:57:40

ઓકલેન્ડમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ

સમગ્ર વિશ્વભરમાં ગણેશજી 10 સુધી લોકોની વચ્ચે બિરાજમાન હતા અને આખરે ગણેશજીને ભક્તિ અને સંગીતના માહોલ વચ્ચે વિસર્જિત કરાયા છે. ઓકલેન્ડમાં પણ કાલુપુર ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં કરીને દૂંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી અને આજે તેમને ઢોલ નગારા અને સંપૂર્ણ પૂજા વિધિ કરીને વિદાય આપવામાં આવી હતી. ઓકલેન્ડના ઇસ્ટર્ન બીચ પર કાઉન્સિલની મંજૂરી સાથે બાપ્પાને સમુદ્રમાં વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે જળપ્રદુષણના કાયદા ન્યૂઝીલેન્ડમાં ઘણાં કડક હોવાને કારણે કલરથી લઇને માટીના ઉપયોગથી ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી હતી. અંદાજે 100 જેટલા ભક્તોની હાજરીમાં બાપ્પાને પેસિફિક મહાસાગરમાં વિસર્જિત કરવામા આવ્યા હતા. 

More News


Gujarat


India