Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:21

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 16:26:18

વાયરારપા પર મળેલો મૃતદેહ સોનમ શેલારનો - ન્યૂઝીલેન્ડ પોલીસ

આપણું ગુજરાત ન્યૂઝ. વેલિંગ્ટન 

બુધવારે વાયરારપાના અંતરિયાળ બીચ પર સર્ફર્સ દ્વારા મળી આવેલો મૃતદેહ ગર્ભવતી મહિલા સોનમ શેલારનો હોવાનું પોલીસે સમર્થન આપ્યું છે. ડિટેક્ટીવ વરિષ્ઠ સાર્જન્ટ વૉરવિક મેકકીએ જણાવ્યું હતું કે બીચ પરથી મળી આવેલો મૃતદેહ વેલિંગ્ટનથી ગુમ થયેલી સગર્ભા મહિલા સોનમનો જ છે. તેના પતિએ સ્ટફ ન્યૂઝને કહ્યું કે તે તેના માટે જાણીતો વિસ્તાર નથી, અને સોનમ ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે તેને કોઇ જાણકારી નથી. સોનમનો મૃતદેહ મળ્યો તેના પાંચ દિવસ પહેલા ખંડલાહમાં તેના ઘરેથી ગુમ થઈ હતી અને તેના પતિ સાગરે જણાવ્યું હતું કે  અસંગત અલ્ટ્રાસાઉન્ડ પછી થોડી અપસેટ હતી. જોકે સોનમનો પરિવાર આ બાબતને નકારી રહ્યો છે. સોનમના પરિવારના પ્રવક્તા હર્ષલ પાટકરે જણાવ્યું કે સોનમ બેબી બોય ઇચ્છતી હતી, પરંતુ બેબી ગર્લ હોવાથી તે ક્યારેય અસ્વસ્થ નહતી. અમને આશંકા છે કે કંઇક અજુગતું બન્યું છે. અમારો પરિવાર, હુ અને સોનમની માતા મર્ડર હોઇ શકે છે તે અંગે વિચારી રહ્યું છે. જોકે પોલીસે સોનમના મોત અંગે કોઇ ખુલાસો કર્યો નથી. 

ફોટો બાય - એન.ઝેડ.પોલીસ

More News


Gujarat


India