Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:25

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 15:38:28

નેશનલ પાર્ટી ટેપકાંડ વિવાદ - દિવાળી ફેસ્ટિવલમાં સાયમન બ્રિજને સંજીવ કોહલીએ આપ્યો જડબાતોડ જવાબ

કેતન જોશી. ઓકલેન્ડ 

ન્યૂઝીલેન્ડના મુખ્ય વિરોધ પક્ષ નેશનલ પાર્ટી ઉપર શક્યત ચાઇનીઝ પ્રભાવ વિશેની નાણાંકીય કૌભાંડના વિવાદએ પાર્ટી લીડર સાયમન બ્રિજને ભ્રમિત કર્યા છે, જેમણે આ ટિપ્પણીને સમર્થન આપ્યું હતું કે "બે ચાઇનીઝ (એમપી ઉમેદવારો) બે ભારતીયો કરતાં વધુ મૂલ્યવાન હશે". છેલ્લા ઘણાં દિવસથી ન્યૂઝીલેન્ડમાં નેશનલ પાર્ટીમાં ચાલી રહેલા ગજગ્રાહને લીધે ભારતીય સમાજ ઘણો નારાજ ચાલી રહી છે. ન્યૂઝીલેન્ડ આમ તો દરેક દેશના જાતીય સમૂદાયને એકસરખું સન્માન આપવા માટે જાણીતું છે, પરંતુ જ્યારથી નેશનલ પાર્ટીના પૂર્વ એમપી જેમી લી રોઝ અને પાર્ટી લીડર સાયમન બ્રિજ વચ્ચેની ટેપના સંવાદો બહાર આવ્યા છે ત્યારથી વિવાદ વધુ વકર્યો છે અને આથી જ તો દિવાળી ફેસ્ટિવલમાં સમગ્ર નેશનલ પાર્ટીના ટોપ લીડર્સ ભારતીય સમાજની વચ્ચે હાજર રહીને માફી પણ માગી હતી. આ તરફ આપણું ગુજરાતે સાયમન બ્રિજ સાથે વાત કરી હતી અને તેમણે સમગ્ર મુદ્દે ડેમેજ કંટ્રોલ કરતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં તમામ ભારતીય બિઝનેસમેન, શોપ ઓનર, કોમ્યુનિટી એસોસિયેશન અને સામાન્ય વ્યક્તિને મળશે. 16 ઓક્ટોબરે, ન્યૂઝીલેન્ડના વિરોધ પક્ષના નેતા સાયમન બ્રિજ અને તેમના પક્ષના ભૂતપૂર્વ સાથી અને સંસદમાં જામી-લી રોઝ દ્વારા ઓકલેન્ડ સ્થિત ચીની ઉદ્યોગપતિ પાસેથી  $ 100,000ના દાનને છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રેકોર્ડિંગમાં, બ્રિજ દ્વારા કથિત રીતે કહેવામાં આવ્યું છે કે ઝાંગના દાનને નાની માત્રામાં વિભાજીત કરવામાં આવે છે જેથી તેઓને સ્થાનિક કાયદા તરીકે જાહેર કરવાની જરૂર રહેતી નથી. ન્યૂઝીલેન્ડમાં, 15,000 ડોલરથી વધુ એનજેડથી ઉપરના કોઈપણ રાજકીય દાનની જાહેરાત કરવી આવશ્યક છે. તેઓ તેમના પક્ષના સંસદના સાથીઓ વિશે અપમાનજનક ટિપ્પણી પણ કરે છે. ચર્ચા પછી, બે નેતાઓ ન્યુઝીલેન્ડની વધતી જતી એશિયન વસ્તીમાં સંસદ માટે સંભવિત ઉમેદવારોને તેમની પાર્ટીમાંથી સંબોધિત કરવા વિશે વાત કરે છે. ટ્રાન્સસ્ક્રિપ્ટના મુખ્ય અંશો.... 

Ross: Yeah they’re good people. Now there’s no catch or anything to it. You may recall at the dinner they did discuss candidacy, and another Chinese candidate.

Bridges: Two MPs, yeah.

Ross: Colin Zhang? The younger one, he’s put his name in for Candidates’ College and so I assume he’ll get through and we’ll make some decisions as a Party further down the track as to what we want to do with candidates.

Bridges: I mean, it’s like all these things, it’s bloody hard. You’ve only got so much space. Depends where we’re polling, you know? All that sort of thing…two Chinese would be nice, but would it be one Chinese or one Filipino? What do we do?

Ross: Two Chinese would be more valuable than two Indians, I have to say.

 Bridges: Which is what we’ve got at the moment, right?

આ તરફ વિવાદમાં ભારતીય હાઇકમિશનર સંજીવ કોહલીએ નેશનલ પાર્ટીને મજબૂત જવાબ આપ્યો છે. સંજીવ કોહલીએ ટ્વિટર અને ફરીથી દિવાળી ફેસ્ટિવલમાં પીએમ જેસિંડા આર્ડેનની હાજરીમાં જણાવ્યું હતું કે કેટલાક એવા લોકો પણ છે પોતાની ખાનગી વાતચીતમાં ભારતીય સમૂદાયની ન્યૂઝીલેન્ડમાં રહેલી ભૂમિકાને વધાવી પણ શકતા નથી. બે સમૂદાયની સરખામણી એ માત્ર અપમાન જ નથી. પરંતુ ન્યૂઝીલેન્ડના મલ્ટી એથનિક સોસાયટીના વિચારોનું પણ અપમાન છે. એક ભારતીય અને હાઇકમિશનર તરીકે મારી જવાબદારી બને છે કે બંને દેશોના સંબંધો વધારી વિકસિત દિશામાં આગળ વધે. પરંતુ આ ખાનગી વાતચીતથી તેઓ ખુબ જ દુઃખી થયા છે. 

નીચેની લીન્કથી આપ સંજીવ કોહલીનો જવાબ સાંભળી શકો છો.
https://www.facebook.com/apnugujaratnewzealand/videos/174991900034393/?eid=ARBkHWfJcpvaGRnWhDlBM281gzLoLF6g6apfrvket05rrSfdgblJjE_iso21f8txL0bM3-LuFru3HR2x 

More News


Gujarat


India