Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:11

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 16:27:04

ક્રિસમસમાં ચોરી-લૂંટના બનાવો રોકવા ઓપરેશન કામંચા

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ન્યૂઝીલેન્ડ પોલીસ દ્વારા ક્રિસમસ અને તેના આસપાસના દિવસોમાં ચોરી અને લૂંટના બનાવોને રોકવા માટે ઓપરેશન કામંચા લોન્ચ કરવામાં આવ્યું છે.  આજથી એટલે કે 22 નવેમ્બરથી જ પશ્ચિમ ઓકલેન્ડના એવૉન્ડેલ, પૂર્વમાં પોન્સનબે અને માઉન્ટ ઇડન વિસ્તારને આવરી લેતા વિસ્તારમાં ઓપરેશન કામંચા લોન્ચ કરવામાં આવ્યું છે. આ દરમિયાન પોલીસ ઉચ્ચ સ્તરના ચોરી અને વાહન ગુના ધરાવતા વિસ્તારોમાં ધ્યાન કેન્દ્રિત કરશે.

એવૉન્ડેલ ટેક્ટિકલ ક્રાઈમ યુનિટના કોન્સ્ટેબલ તેલિશ કુમાર કહે છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં વધારો કરશે, જેમાં ચેકપોઇન્ટ અને વાહન સ્ટોપ્સની યોજના છે. આ ઉપરાંત કમ્યુનિટિ પોલીસીંગ સ્ટાફ અને ટેક્ટિકલ ક્રાઇમ યુનિટ નિયમિત રીતે ચોરાયેલી મિલકત માટે સેકન્ડ હેન્ડ કાર ડીલરોની પણ ચકાસણી કરશે. તો આ તરફ પોલીસ સર્ચ વૉરન્ટ્સ અને સક્રિયપણે મોટા અપરાધીઓની શોધમાં તેજી લાવશે. 

કોન્સ્ટેબલ કુમારનું કહેવું છે કે  મૂલ્યવાન વસ્તુઓના સીરીયલ નંબર રેકોર્ડ કરવા માટે પણ લોકોને આહ્વાન કરવામાં આવે છે. 

More News


Gujarat


India