Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:26:21

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 07:28:31

વધુ એક ફ્યુલ ટેક્સ ? રેજો બંધ કરી નવા ફ્યુલ ટેક્સ પર વિચાર

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

સમગ્ર વિશ્વમાં ઇંધણની વધતી કિંમતોને લઇ તમામ દેશોની સરકારોએ લોકોના ગુસ્સાનો શિકાર બનવું પડી રહ્યું છે ત્યારે હવે ન્યૂઝીલેન્ડ સરકાર પણ ઇંધણના વધતા ભાવોને લઇ ચિંતામાં મૂકાઇ છે. ભારત હોય કે ન્યૂઝીલેન્ડ ફ્યુલની વધતી કિંમતોએ મોંધવારીમાં સતત વધારો કર્યો છે. હજુ એક ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સરકારે આગામી પ્રોજેક્ટ માટે ભંડોળ એકઠું કરવા માટે રિજીઓનલ ટેક્સ અમલમાં મૂક્યો હતો ત્યાં હવે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ફિલ ટ્વિયફોર્ડ વધુ એક ફ્યુલ ટેક્સ દ્વારા વિવિધ પ્રોજેક્ટ માટે સરકારની તિજોરી ભરવા માગે છે.  તેઓ વર્તમાન વિહિકલ લાઇસન્સ સિસ્ટમ રેજોના સ્થાને અન્ય પ્રકારે નાણાં કેવી રીતે લાવી શકાય તે દિશામાં સલાહ એકઠી કરી રહ્યા છે. જેમાં હાલ ફ્યુલ ટેક્સ એક વિકલ્પ તરીકે બહાર આવ્યો છે. તેઓ પ્રથમ વર્ષે પર લિટર 5 સેન્ટ્સ ફ્યુલ પર વધારવા માગે છે અને પછીના વર્ષથી 2 સેન્ટ્સ વધારો કરવા માગે છે. જોકે હાલ આ દિશામાં વિચારવા માટેની પ્રથમ શ્રેણી જ છે, પરંતુ તેમાં હજુ તેને બદલવા અંગે આખરી નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત આ જ પ્રકારનો ટેક્સ માળખું ડિઝલ વિહિકલ વપરાશકર્તાઓ પર પણ નાખવા અંગે વિચારણા ચાલી રહી છે. પરંતુ તે અંગે પણ કોઇ અંતિમ નિર્ણય લેવાયો નથી. જોકે ટ્વિયફોર્ડે જણાવ્યુ હતું કે સમગ્ર સિસ્ટમમાં ફેરફાર કરવામાં અમારી યોગ્યતા છે પરંતુ તેમાં હજુ વધુ વિકલ્પોની શોધ કરવાની જરૂર છે. "હાલમાં અમારું ધ્યાન કેન્દ્રિત સંખ્યાબંધ અન્ય કામો ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા પર છે આથી હાલ આ દિશામાં  આગળ વધવાનો નિર્ણય કર્યો નથી.  પરંતુ ભવિષ્યમાં તે પાછો આવી શકે છે."

 

More News


Gujarat


India