Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:35

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 11:22:14

તેલંગાણા એસોસિયેશન દ્વારા બથુકુમ્મા ફેસ્ટિવલની ઉજવણી

ફેસ્ટિવલમાં ભાગ લેનારા જેસિંડા આર્ડેન કોઇપણ દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

તેલંગાણાના સૌથી લોકપ્રિય તહેવાર બથુકુમ્મામાં હાજર રહેનાર ન્યૂઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર જેસિંડા આર્ડેન એવા પ્રથમ વડાપ્રધાન બન્યા છે કે જેમણે આ તહેવારમાં ભાગ લીધો હોય. ઓકલેન્ડના માઉન્ટ ઇડન મેમોરિયલ વોર હોલ ખાતે તેલંગાણા એસોસિયેશન ઓફ ન્યૂઝીલેન્ડ દ્વારા આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. તેલંગાણાના એનઆરઆઈ બાબતોના પ્રધાન કે.ટી. રામ રાવએ ન્યૂઝીલેન્ડના વડા પ્રધાનનો આભાર માનવા માટે સોશિયલ મીડિયા દ્વારા સંદેશો પાઠવ્યો હતો.  તેમણે ઓકલેન્ડમાં ઉજવણીમાં ભાગ લેનારા તેલંગાણા એસોસિયેશન અને લોકોને પણ તહેવરા નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. 

આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડેને તેલંગણાના લોકોની એકતા અને વફાદારીની પ્રશંસા કરી હતી અને બાથુકમ્મા ગીતોના ધ્વનિ સાથે નૃત્ય પણ કર્યું હતું. તેઓએ જણાવ્યું કે "હું જાણું છું કે  'મહા બાથુકુમ્મા' તહેવાર 'માતા દેવી' ની પૂજા કરવા માટે ઉજવવામાં આવે છે, અને તેમાં સ્ત્રીઓ મુખ્ય સહભાગીઓ હોય છે. અહીં તેલંગણાની ઘણી સ્ત્રીઓને જોઈને મને ખુશી થાય છે. જેસિંડા આર્ડેને પોતાની સ્પીચનો અંત જય તેલંગણા કહીને કર્યો હતો. ન્યૂઝીલેન્ડના એથનિક કોમ્યુનિટી પ્રધાન જેની સાલેસા, સંસદીય અંડર સેક્રેટરી ટુ એથનિક કમ્યુનિટીસ, માઈકલ વુડ, રાષ્ટ્રીય સાંસદ કનવલજીત સિંહ બક્ષી, ડૉ. પર્મજીત પરમાર, ટીએનએઝેડ પ્રમુખ કલ્યાણ રાવ કસૂગંતી, આપણું ગુજરાતના પબ્લિશર દેવ ભારદ્વાજ અને સોહન મિત્તલ આ પ્રસંગે મુખ્ય મહેમાનોમાં હતા. ઉજવણીમાં તેલંગણા અને તેમના મિત્રો સહિત 2,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે એસોસિયેશનના પ્રમુખ કલ્યાણ રાવે આપણું ગુજરાતનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે ગુજરાતી અખબાર હોવા છતાં પણ તમે પત્રકારત્વની ખરી ભાવના સમજી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે પ્રશંસનીય છે. 

More News


Gujarat


India