Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:18

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 14:44:20

‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’રેન્કિંગ્સઃ ભારત 23 રેન્ક ઉપર આવ્યું, ન્યૂઝીલેન્ડ પ્રથમ

વિશ્વ બેન્કે બહાર પાડ્યું લિસ્ટ, મોદી સરકારના આર્થિક સુધારા પર મહોર 

ન્યુ યોર્ક – વર્લ્ડ બેન્કે તેના નવા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ રેન્કિંગ્સ જાહેર કર્યા છે. ભારતે આ વખતે 23 સ્થાનોની છલાંગ લગાવી છે અને 77મા નંબરે પહોંચી ગયું છે. વિશ્વ બેન્કના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં સરકારે હાથ ધરેલા અનેક પગલાંને કારણે દેશની રેન્ક, જે 2017માં 100 હતી, તે હવે 23 સ્થાન ઉંચે જઈને 77મી થઈ છે. ભારતે ગયા વર્ષે 30 રેન્કની છલાંગ લગાવીનો ટોપ-100માં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દરમિયાન, કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ કહ્યું છે કે ભારત સરકારે લીધેલા આર્થિક સુધારાને કારણે જ ભારતનું રેન્કિંગ સુધર્યું છે. આપણે હજી વધારે આર્થિક સુધારા લાવવાની જરૂર છે. આ તરફ યાદીમાં ન્યૂઝીલેન્ડને સર્વપ્રથમ ક્રમ મળ્યો છે. ન્યૂઝીલેન્ડે સિંગાપોર, હોંગકોંગ અને ડેનમાર્કને પાછળ રાખી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. વિશ્વબેન્કે જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં કોઇ જ ઇકોનોમિકલ રિફોર્મ્સ ન લાદ્યા હોવા છતાં પણ ન્યૂઝીલેન્ડને પ્રથમ ક્રમ મળ્યો હતો. 

More News


Gujarat


India