Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:27:46

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 16:26:28

ક્રાઇસ્ટચર્ચ - ડેરી ઓનરને સ્ટાફના શોષણ બદલ 188000 ડોલરનો દંડ

છેલ્લા કેટલાક વર્ષોમાં કર્મચારીના શોષણના કેસમાં સૌથી મોટો દંડ ફટકારાયો

આપણું ગુજરાત ન્યૂઝ. 

ક્રાઇસ્ટચર્ચના એક ડેરી ઓનરને સ્ટાફનું શોષણ કરવાનું મોંઘું પડી ગયું. શોષણ અને ઓછા વેતન ચુકવવા બદલ એમ્પ્લોયમેન્ટ રિલેશન્સ ઓથોરિટી (એરા)એ ડેરી ઓનરને 188000 ડોલરનો દંડ ફટકાર્યો છે. ન્યૂઝીલેન્ડ હેરલ્ડમાં છપાયેલા ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે શર્લી વિસ્તારમાં આવેલા ઇન્ડી સુપામાં લેબર ઇન્સપેક્ટરે નોંધ્યું હતું કે સ્ટાફ સપ્તાહમાં બ્રેક લીધા વિના 92 કલાક કામ કરતો હતો અને તેના કારણે રાત્રે ઉંઘવામાં પણ તકલીફ પડતી હતી. ધ એમ્પ્લોયમેન્ટ રિલેશન્સ ઓથોરિટીએ ડેરીને 61000 ડોલર અને તેમના ડાઇરેક્ટર કવિતા ટેઇલર અને મયૂરકુમાર ટેઇલરને 24000 ડોલર શોષણ માટે અને ઓછા વેતન બદલ 103000 ડોલર ચુકવવાનો આદેશ આપ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના ગુનામાં સૌથી વધારે ફટકારાયેલો દંડ છે. માર્ચ 2013 અન ફેબ્રુઆરી 2017 દરમિયાન અસરગ્રસ્ત એમ્પ્લોયીને હોલિડે પે, એન્યુઅલ લીવ અને લઘુત્તમ વેતન ચુકકવામાં આવ્યા નહતા અને એક્યુરેટ ટાઇમશીટ અને લીવ રેકોર્ડ્સની પણ કોઇ માહિતી રાખવામાં આવી નહતી. લેબર ઇન્સ્પેક્ટરને આ એમ્પ્લોયીએ જણાવ્યું હતું કે આ કામના સમય દરમિયાન તેણે વૉશરૂમ કે બ્રેક પણ લીધા નહતા અને શારિરીક અને માનસિક યાતનાઓ ભોગવી હતી. શ્રીમતી અને શ્રીમાન ટેલર દાવો કર્યો હતો કે વિવાદિત કર્મચારીને કામ કરાયેલા બધા કલાકો માટે લઘુતમ વેતન ચૂકવવામાં આવ્યો હતો અને જોકે તપાસમાં પુરાવા તરીકે ખોટા પુનર્નિર્માણિત રેકોર્ડ્સ પૂરા પાડવાની હદ સુધી ગયો હતો.

"શ્રીમતી ટેલરે ઇન્વેસ્ટિગેશનમાં જણાવ્યું હતું કે તે સમય રેકોર્ડ રાખવા માટે કર્મચારીની ભૂમિકા હતી. 2010 થી વ્યવસાયમાં હોવાના કારણે, નોકરીદાતાને સારી રીતે જાણ હોવી જોઈએ કે સમય અને વેતનના રેકોર્ડ રાખવા હંમેશા માલિકની જવાબદારી છે."

નોંધનીય છે કે ન્યુઝીલેન્ડમાં માઇગ્રન્ટ વર્કરને શોષણને સમજવા અને ઉકેલોને ઓળખવા માટે વ્યવસાય, નવીકરણ અને વિકાસ મંત્રાલય તેની નીતિઓ અને કામગીરીઓની સમીક્ષા કરી રહ્યો છે. ન્યૂનતમ ધોરણો અથવા વીઝા શરતો વિશેની માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને 0800 20 90 20 પર એમબીઆઈઇની કોન્ફિડેન્શિયલ લાઇન પર ફોન કરી શકો છો.

More News


Gujarat


India