Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:28:56

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 14:08:18

શરદીય નવરાત્રીનો પ્રારંભ, ઓકલેન્ડમાં ગાંધી સેન્ટર ખાતે ગરબા મહોત્સવનું આયોજન

ધ ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશન દ્વારા સતત બે દાયકાથી નવરાત્રીનું આયોજન 

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ભક્તિ અને શક્તિનો તહેવાર એટલે નવરાત્રી...ગુજરાતીઓના ગરબા સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે અને ન્યૂઝીલેન્ડ પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ઓકલેન્ડમાં ભક્તિ અને આરાધનાના તહેવારના પ્રથમ દિવસે યુવાઓથી લઇને બાળકો અને સિનીયર સિટીઝનોએ ગરબે રમી નવરાત્રીનો આનંદ ઉઠાવ્યો હતો. ધ ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશન દ્વારા નવરાત્રીની લઇને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને સમગ્ર ગાંધી સેન્ટરને અદ્ભૂત રીતે શણગારવામાં આવ્યું છે. એસોસિયેશન દ્વારા ગુજરાતથી ગરબા ગવડાવવા માટે સ્પેશ્યલ ગ્રૂપ બોલાવવામાં આવ્યું છે અને પ્રથમ દિવસે જ તેમના સૂરે ગરબાની રમઝટ બોલાવી હતી. એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર ભાણાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે જ 1000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે બતાવે છે કે ન્યૂઝીલેન્ડમાં ગાંધી સેન્ટર ખાતે યોજાતી નવરાત્રીનું પ્રતિક બની ચૂકી છે. અમે આશા રાખીએ છીએ કે વિકેન્ડમાં અંદાજે 2000થી પણ વધુ લોકો હાજર રહેશે. અમારા દ્વારા ગરબાના આયોજનની સાથે ખાણી-પીણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આમ પ્રથમ દિવસે ગાંધી સેન્ટર ખાતે ગુજરાતની નવરાત્રી જેવો માહોલ જોવા મળ્યો હતો. 

Click for More Photos - https://www.facebook.com/media/set/?set=a.1890431764345390&type=1&l=6262d0cd84

More News


Gujarat


India