Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:10

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 08:14:42

ન્યૂઝીલેન્ડ પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન સેફટી અવેરનેસ કેમ્પેન

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ભારતનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી. આ દરમિયાન ભક્તિ અને આરાધનાની સાથે સુરક્ષિત રહેવું પણ એટલું જ જરૂરી છે. ન્યૂઝીલેન્ડ પોલીસ દ્વારા તમામ ભારતીયો ન્યૂઝીલેન્ડમાં સુરક્ષિત રહે તે હેતુથી ઓકલેન્ડના ગાંધી સેન્ટર ખાતે ધ ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિયેશનની નવરાત્રી ઇવન્ટ દરમિયાન સેફટી અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ પોલીસના એથનિક લાઇઝન ઓફિસર નીલ પીમેન્ટા, એશિયન લાઇઝન કોર્ડિનેટર  જેસિકા ફુઆંગ સહિતની તેમની ટીમ લોકોને નવરાત્રી ઇવેન્ટ દરમિયાન મળી રહી હતી અને સેફટી અવેરનેસ બાબતે સમજાવતી હતી. નોંધનીય છે કે ન્યૂઝીલેન્ડમાં દિવસેને દિવસે ઘણાં ભારતીયો અત્રે આવી રહ્યા છે. જેમના માટે અહીં કેવી રીતે સુરક્ષિત રહેવું તે બાબતે જીણવટભરી માહિતી આપવામાં આવે છે. ન્યૂઝીલેન્ડ પોલીસ દ્વારા હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં સેફ્ટી અવેરનેસને લઇ બ્રોશર્સ બનાવવામાં આવ્યા છે. જેમાં સ્નેપ વેબસાઇટની માહિતી પણ આપવામાં આવી છે. જે વર્તમાન અને ભવિષ્યમાં જોઇ કોઇ અઘટિત બનાવ બને તો તે તમને ઇન્સ્યોરન્સથી લઇને પોલીસ તપાસમાં મદદગાર સાબિત થઇ શકે છે. 

નીલ પીમેન્ટાએ આપણું ગુજરાતને જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન માત્ર સુરક્ષા જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડ પોલીસને એક કરિયર તરીકે કેવી રીતે લઇ શકાય તેની પણ માહિતી આ ઇવેન્ટ દરમિયાન આપવામાં આવી રહી છે.  વધુ માહિતી માટે આપ આગળની સ્લાઇડમાં વીડિયો જોઇ શકો છો. 

More News


Gujarat


India