Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:26:43

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 04:07:31

ઓકલેન્ડના નોર્થ શોરના ગરબામાં 5000થી વધુ ગુજરાતીઓ ગરબે ઝુમ્યા

નોર્થ શોરમાં રચાયો ઇતિહાસ, મીની ગુજરાતનું સર્જન, નવરાત્રીમય નોર્થ શોર

કેતન જોશી. આપણું ગુજરાત ન્યૂઝ.ઓકલેન્ડ

આવ્યો અવસરીયો આજ મારે આંગણે અણમોલ...વાગે ડીજેને શરણાયું ને ઢોલ...જી હા આ ગુજરાતી ગીત ઓકલેન્ડના નોર્થ શોરના ગરબામાં એકદમ ફિટ બેસે છે, કારણ કે ગુજરાતમાં જ્યાં લાઇવ ગરબાથી નવરાત્રીની ઉજવણી થાય છે ત્યાં અહીં, ડીજેના તાલે ખેલૈયાઓ ગરબે ઝુમે છે. ઓકલેન્ડના નોર્થશોરમાં છેલ્લા નવ વર્ષથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, નોર્થ શોર ઇન્ડિયન એસોસિયેશન દ્વારા આયોજિત આ ફ્રી ઇવન્ટમાં બે દિવસમાં 10000થી વધુ ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યોના લોકો ગરબે ઝૂમ્યા હતા. ગુજરાતની નવરાત્રી એટલી મશહૂર છે કે શું ગુજરાતી ને શું પંજાબી કે શું ભારતીય,,, ન્યૂઝીલેન્ડના ગોરા લોકો પણ ગરબે ઝુમે છે. માતાજીના ગરબામાં જ એટલી શક્તિ છે કે શાંત મનાતા ન્યૂઝીલેન્ડના સ્થાનિક લોકો પણ ગરબાના આનંદથી દૂર નથી રહી શકતા. નોર્થ શોર ઇન્ડિયન એસોસિયેશને માત્ર આપણી સંસ્કૃતિ અને આપણા વારસા સમાન નવરાત્રીને જીવંત રાખવા ફ્રી ઇવન્ટનું આયોજન કરવામાં આવે છે. 

More News


Gujarat


India