Your browser does not support JavaScript!

Mon, 10 Dec 2018 16:25:14

Professional finance solution
rvs system

Last Modified - 2018-12-10 04:16:47

બર્કનહેડ, ઓકલેન્ડમાં ઘમખ્વાર અકસ્માત, ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

આપણું ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ 

ઓકલેન્ડના બર્કનહેડ વિસ્તારમાં એક ઘમખ્વાર અકસ્માત થયો છે. જેમાં ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટની બસ દ્વારા પેડસ્ટ્રિયન ક્રોસિંગ પર એક માણસ અને બે બાળકો ઘાયલ થયા હતા, જેણે બર્કકેડ કમ્પ્યુટર સ્ટોરના આગળના ભાગમાં નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિને સૌથી ગંભીર ઇજા પહોંચી છે. તેને તાત્કાલિક ઘટનાના સાક્ષીઓ દ્વારા બાજુના સ્ટોરમાંથી બ્લેન્કેટ ઓઢાડીને ઠંડીથી બચાવીને રોડ પર જ સારવાર આપવી પડી હતી. 

એક સાક્ષીએ જણાવ્યું હતું કે એટી બસ - જે મુસાફરો પર મુસાફરી કરતી હતી - બર્કનહેડ એવન્યુમાં આવેલી ફ્રી 4 યુ કમ્પ્યુટર શોપમાં ઘૂસી ગઇ હતી. બસ નજીકના બસ સ્ટોપથી હજુ આવી જ રહી હતી ત્યાં જ અચાનક પેડેસ્ટ્રીયન પર અકસ્માત થયો હતો તેવું ઘટનાને નજરે જોનારાનું કહેવું હતું. અકસ્માત સમયે બસમાં ઘણાં લોકો મુસાફરી કરતાં હતા તેવું અકસ્માતના સાક્ષીઓનું કહેવું છે. તેમના મતે કદાચ બ્રેકના બદલે એક્સીલેટર પર ડ્રાઇવરથી  દબાણ વધારાઇ ગયું હશે જેના કારણે આ અકસ્માત થયો હોઇ શકે છે. 

More News


Gujarat


India