Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:44

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 13:52:04

રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા જેડી-એસ તૈયાર - દેવેગૌડા

આપણું ગુજરાત ન્યૂઝ

સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ બાદ સોશિયલ મીડિયામાં પીએમ નરેન્દ્ર મોદીનું પલડું ભારે દેખાઇ રહ્યું છે રાહુલ ગાંધીની સામે, પરંતુ સંસદ બહાર પીએમ મોદી અને ભાજપ સામે વિરોધી પાર્ટીઓ એક થઇ રહી છે.  કોંગ્રેસે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં બિનભાજપી મોરચાનો ચહેરો બનાવવા માટેની કવાયત દરમિયાન જેડીએસના સુપ્રીમો અને પૂર્વ વડા પ્રધાન એચ.ડી.દેવગૌડાએ કોંગ્રેસ પ્રેસિડેન્ટ વડા પ્રધાન તરીકે સ્વીકાર કરવા માટે જનતા દળ એસ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ તરફ કોંગ્રેસની કોર વર્કિંગ ગ્રૂપની બેઠકમાં ૨૦૧૯માં સમાન વિચારધારાવાળા પક્ષોની સાથે મોરચો રચવા માટે ટીમ બનાવવા અંગે પણ ભાર મુકાયો હતો. કોંગ્રેસ ર્વિંકગ કમિટીએ બેઠકના એક દિવસ બાદ સોમવારે દેવગૌડાએ રાહુલ ગાંધીને લઈને એક નિવેદનમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીને વડા પ્રધાન તરીકે સ્વીકાર કરવામાં જેડીએસને કોઈ વાંધો નથી.  યાદ રહે કે ૨૦૧૯ લોકસભા ચૂંટણી અંગે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાની તૈયારી શરૂ કરી છે. એક તરફ જ્યાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી એનડીએના સહયોગીઓને જાળવી રાખીને નવા સહયોગીઓને સાથે લાવવાના પ્રયાસમાં છે, ત્યાં કોંગ્રેસ બિન કોંગ્રેસી મોરચો તૈયાર કરવા માટે સતત વિપક્ષના સંપર્કમાં છે.

More News


Gujarat


India