Your browser does not support JavaScript!

Wed, 14 Nov 2018 06:13:03

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-13 16:39:50

ત્રિપુરા - પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ 96 ટકા બેઠકો પર બિનહરીફ

ત્રિપુરામાં ભાજપનો વિજય રથ હજી પણ આગળ વધી રહ્યો છે.ત્રિપુરામાં યોજાનારી પંચાયત પેટા ચૂંટણીમાં ભાજપે ૯૬ ટકા બેઠક પર બિનહરીફ વિજય મેળવ્યો છે. ત્રિપુરામાં આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ૩૨૦૭ બેઠકો, પંચાયત સમિતિની ૧૬૧ બેઠકો અને જિલ્લા પંચાયતની ૧૮ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તે પૈકી ભાજપે ૩૦૭૫ ગ્રામ પંચાયત બેઠકો, ૧૫૪ પંચાયત સમિતિ બેઠકો અને જિલ્લા પંચાયતની તમામ ૧૮ બેઠકો પર બિનહરીફ વિજય મેળવ્યો છે. આ ચૂંટણી માટે ૧૧-૧૨ સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારીપત્રો ભરવાના હતા.ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની તારીખ ૧૪ સપ્ટેમ્બર હતી. તેવામાં જે બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી તે પૈકી ૯૬ ટકા બેઠકો પર ભાજપનોે કબજો નક્કી છે. ગઈ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજય પછી ડાબેરી નેતાઓએ મોટી સંખ્યામાં રાજીનામ આપી દીધા હતા. તેથી તમામ બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી.

More News


Gujarat


India