Your browser does not support JavaScript!

Thu, 15 Nov 2018 11:56:47

Professional finance solution
rvs system

Last Modified - 2018-11-15 09:38:34

નરેન્દ્ર મોદી સરકારે ટ્રિપલ તલાક અધ્યાદેશને મંજૂરી આપી

નવી દિલ્હી 

કેન્દ્રની મોદી સરકારે ટ્રિપલ તલાક બિલને બુધવારના રોજ કેબિનેટની બેઠકમાં આ અધ્યાદેશને મંજૂરી આપી દેવામાં આવી છે. આ અધ્યાદેશ 6 મહિના સુધી લાગૂ રહેશે. ત્યાં સુધીમાં સરકારે તેનું બિલ રજૂ કરવું પડશે એટલે કે સરકારની પાસે શિયાળુ સત્રમાં જ આ બિલને પાસ કરાવું પડશે. લોકસભામાં રજૂ થયા બાદ આ બીલ રાજ્યસભામાં અટકી ગયું હતું. કૉંગ્રેસે સંસદમાં કહ્યું હતું કે આ બિલની કેટલીક જોગવાઇઓમાં ફેરફાર કરવા જોઇએ. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર યુપીમાં શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ કહ્યું કે મહિલાઓની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે સંવિધાનમાં અધ્યાદેશનો રસ્તો બતાવ્યો છે. કોઇ બિલને લાગૂ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. સંવિધાનના આર્ટિકલ 123 પ્રમાણે જ્યારે સંસદ સત્ર ચાલી રહ્યું ના હોય ત્યારે રાષ્ટ્રપતિનો કેન્દ્રને આગ્રહ પર કોઇ અધ્યાદેશ રજૂ કરી શકે છે. અધ્યાદેશ ગૃહના આગળના સત્રની સમાપ્તિ બાદ છ સપ્તાહ સુધી ચાલુ રહી શકે છે. જે બિલ પર અધ્યાદેશ લાવામાં આવે છે, તેને સંસદમાં આગળના સત્રમાં રજૂ કરવાનું જ હોય છે. આમ ન થવા પર રાષ્ટ્રપતિ તેને ફરીથી પણ રજૂ કરી શકે છે.

More News


Gujarat


India